________________
૧૯૫
કરે છે. તેમાં માણસ-માણસ વચ્ચે કોઈપણ પ્રકારના ભેદભાવ પાડવાનું હોતું નથી; એટલુ જ નહીં સંસ્કૃતિની ચરમ સીમા રૂપે સમસ્ત જીવસુષ્ટિ સાથે તદાકાર–તાદાત્મ અનુભવવાનું હોય છે.
એટલે જ ભારતના ધર્મોમાં સંસ્કૃતિવાળા સુસંસ્કૃત માણસ માટે “દેવ” એવો શબ્દ મળે છે. જૈન ધર્મમાં “દેવાણુખિયા ” દેવોને પ્રિય; બાહધર્મમાં “દેવાનાં પ્રિય”-દેવોને વહાલા અને વૈદિક ધર્મમાં
અમૃત-પુત્ર”-દેવના પુત્ર, એવું સધન સંસ્કારી માણસો માટે કરવામાં આવ્યું છે. માનવતાને વિકાસ દેવત્વની ભૂમિકાએ લઈ જાય એ સંસ્કૃતતાની નિશાની છે.
ભારતમાં જે સંસ્કૃતિ ખીલી છે તેમાં ત્યાગ, પ્રેમ, સમર્પણ, આત્મીયતાનાં ત આવે છે એટલે એને સંત-સંસ્કૃતિ કહેવામાં આવે છે. એને અનુરૂપ “સભામાં સાધુ-સન્મઃ” કહીને સભામાં સાધુતાસજનતા ધારણ કરે તે સભ્ય; એમ કહેવામાં આવ્યું છે. સંત સંસ્કૃતિ સત તત્વ ઉપર રચાઈ છે, કારણ કે સંત શબ્દમાં સત્ શબ્દ રહેલો છે. આ સંસ્કૃતિ છે કે ભારતમાં જન્મી અને ખીલી છે છતાં એનો પ્રભાવ અને પ્રચાર, બૌદ્ધ ધર્મ પ્રભાવી દેશે, અરબસ્તાન અને આફ્રિકાના પ્રદેશમાં સાધુ સંતો નીતિ ધર્મપરાયણ પાલિત શ્રાવક જેવા વેપારીઓ શ્રાવકો અને ગાંધીજી જેવા મહાત્માઓ દ્વારા થયો છે.
પશ્ચિમમાં અને બીજા દેશોમાં સભ્યતાને વિકાસ થાય તેને “ભદ્ર સંસ્કૃતિ” એટલે કે સમાજના કહેવાતા ઉપલા ધોરણના માણસેની રહેણીકરણ એમાં ત્યાગ, ક્ષમા, પ્રેમ, ઉદારતા, અર્પણતા કે આત્મીયતા ઉપર ભાર મૂકવામાં આવ્યો નથી પણ બાહરી ભપકો અને ટાપટીપ ઉપર મહત્વ અપાયું છે.
ભૌગોલિક દષ્ટિએ વ્યવસ્થા માટે ભલે જુદા જુદા ભૂખડે અને પ્રદેશ કે રાષ્ટ્ર માનવામાં આવ્યા, પણ સંસ્કૃતિની દષ્ટિએ ભારતમાં સાંસ્કૃતિક અખંડતા રહી છે. સંસ્કૃતિની દષ્ટિએ ભારતીય આર્યોએ કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com