________________
૧૦૩
આમાંથી એક લાખ રૂપિયા ઉપજાવીશું. હવે સરકાર જે આ દિશામાં સક્રિય રસ લઈને વંશપરંપરાથી ગોપાલન કરનારનાં સંગઠનને પ્રોત્સાહન આપે તે જાતિ, પ્રજા, પશુ ઉછેર, વિકાસ એમ દરેક અંગોને વિકાસ થાય એ માટે રાજ્યને આવી પાયાની દિશા તરફ દેનારૂં નૈતિક બળ મજબૂત કરવું પડશે, ત્યારે જ રાજ્ય સર્વોપરી કન્સે લીધે છે તે દૂર થઈ શકશે.”
પૂ. દંડી સ્વામી : “ઉબરાથી પૂજન થાય તેમ સર્વપ્રથમ આખા સમાજમાં પ્રથમ સાધુસંસ્થાને લેવી પડશે. સાધુઓમાં રોજને સે ને ધૂમાડો કરનાર અને અત્તરથી નહાનાર ને ચેતવી તેમને કામમાં કમ ખર્ચે અને સાદાઈથી રહેતા બતાવવું પડશે. સમાજ તેમની સાધુતાને ન શોભે તેવી બાબતે, મૂઢતા કે ચમત્કારના કારણે સહી લે છે કે ટેકો આપે છે. ભેંસને ખૂબ ખાણું આપો અને જે દહાડે ન મળે તે કોઠીમાં મેં નાખીને બધું બગાડે; એવી દશા આજે થઈ છે.
શ્રી. શ્રોફ : “આ બધું આપણે વાત્સલ્યથી કરવું પડશે.”
શ્રી. બળવંતભાઈ : “એ ભૂમિકા ન આવે ત્યાં સુધી કાયદાનું બંધન જરૂરી છે. જો કે કાયદે મુખ્ય ન થવો જોઈએ પણ વાત્સલ્ય મુખ્ય થવું જોઈએ. આ અંગે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ માર્ગદર્શન આપે; નહીંતર કાયદાનું નૈતિક દબાણ આવે અને બીજા સાધુ-સાધ્વીઓ પણ સમજીને પ્રેરાય તે આજનું અર્થતંત્ર જે મૂડીવાદીઓ કે રાજ્યના હાથમાં છે તે જનતાના હાથમાં આવે અને તેમાં નીતિ મુખ્ય સ્થાને આવીને રહે.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com