________________
૧૯૨
પડશે. ડાંક ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ જ અખલિ ભારતની લોકસંસ્થાઓ તેમજ ગામડાના નૈતિક સંગઠનોને અનુબંધ કરાવી શકશે. બાકીના તે પોતાનાજ અર્થતંત્રમાં અટવાયા છે તેમને વિશ્વના અર્થતંત્રની કયાંથી ખબર પડે ! તે ઉપરાંત અર્થતંત્રના ક્ષેત્રમાં પડીને નિર્લેપ રહેવું; અગ્નિને અડીને પણ ન દાઝવું. એ એમના માટે અશક્ય છે; તે તો કેવળ ક્રાંતિપ્રિય સાધુઓમાંજ હોઈ શકે. જો કે એ ચીલો પડશે તો પરિણામ સારૂજ આવશે.
ભાલ નળકાંઠો પ્રયોગમાં જોડાઈ વર્ષોથી અમે કામ કરીએ છીએ પણ સાધુસાધ્વી શિબિરમાં આવી અહીં અમને જે મળ્યું છે તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. આવી તક વારંવાર સાધુ સાધ્વીઓને આપવી જોઈએ. પ્રવાસમાં પણ તેમને સાથે ફેરવીને વ્યાપક બાબતોનો શકય તેટલે ખ્યાલ આપ જોઈએ. તે તેમાંથી જરૂર વધારે ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ મળી આવશે એવી મને પાકી શ્રદ્ધા છે.”
શ્રી. માટલિયા : “આજે તે વિશ્વના અર્થતંત્ર સાથે ગ્રામના અર્થતંત્રને સંબંધ આવી ગયો છે. એટલે નૈતિક સંગઠન અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ગામડાનાં બધાં ક્ષેત્રને સંબંધ દેશ અને દુનિયાનાં બધાં ક્ષેત્ર સાથે જોડી દેવો પડશે. જ્યાં જ્યાં મૂડીવાદી સંગઠન છે ત્યાં ત્યાં આંદલને ચલાવવાં પડશે.
સદ્દભાગ્યે વિશ્વની પરિસ્થિતિ અનુકૂળ છે અને ગાંધીજીએ વાતાવરણ અનુકૂળ બનાવ્યું છે જેથી વિશ્વ અર્થતંત્રની એકતા આવી શકે. માત્ર એ તરફ ધ્યાન જવું જોઈએ. નિસ્પૃહતા અને લોકોની શ્રદ્ધા સાધુ સંસ્થામાં હોઈ તેઓ ધારે તે તેઓ જ આ કાર્ય કરી શકે પણ તેને પ્રારંભ ક્રાંતદષ્ટા સાધુ-સાધ્વીએજ કરવો પડશે.
હમણાં દક્ષિણ અમેરિકાનાં માણસે પંદરસો રૂપિયાના વાછરડા અને પાંચ હજાર રૂપિયાની ગાય લઈ ગયા. તેઓ કહેતા હતા કે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com