________________
૧૯૦
વાવનાર તૂટી પડે. કાપડનો ભરાવો થાય તેને નિકાસ કરવા માટે બજારેને તેડવા જતાં કપાસના ખેડૂતે તૂટી પડે. પરિણામે આખા ગ્રામસમાજમાં મંદીનું મોજું જેમ બ્રિટીશ રાજ્ય વખતે ફરી વળ્યું હતું તેમ થાય. જે એમ થાય તો ધધા-ઉદ્યોગનું શું થાય? ખેડૂતોનાં વધતાં જતાં જીવન ધોરણનું શું થાય? સહકારી મંડળીઓ અને સહકારી બેંકોનું દેવું વધ્યું છે, તેનું શું થાય? આ બધા વિચાર સાધુસમાજ ન કરે અને જૂની વ્રત વિચારણું અને મર્યાદા પ્રમાણે વિચરે તે કેવી દશા થાય?
એક સમય હતો જ્યારે આયાત-નિકાસનાં સાધને મર્યાદિત હતાં. વહાણે અને ગાડાંઓ પણ ઓછાં હતાં. ત્યારે કુતરાને ગોળના લાડુ ખવડાવવા, બ્રાહ્મણો સાધુઓ કે અતિથિઓને દેવ ગણવા એ ચાલતું. પણ, આજે તે ભાવનામાં ધરમૂળથી ફેરફાર કર પડશે. ગાંધીજીએ એટલે જ અખિલ-ભારતના ધોરણે ગ્રામોદ્યોગની વાત કરેલી. પણ તેઓ બીજે અનુબંધ જોડતાં પહેલાં ચાલી ગયા.
આજે કારખાનાંઓનાં સંગઠનનો રાજ્ય ઉપર પ્રભાવ છે, એટલો ગામડાંઓ કે ગ્રામોદ્યોગોને નથી. પરિણામે ૦–૨–૦ આને રતલ ખાંડ પાકિસ્તાનને આપવાની હતી જ્યારે એણે પાંચ પૈસે રતલ માંગી. અહી આઠ આને રતલ વેચાય એમાં સરકાર ૭૫ ટકા રીબેટ આપે છે પણ તે કોઈને ખટતું નથી. ત્યારે ખાદીમાં ત્રણઆના રૂપિયે વળતર આ કારખાનાંવાળાંઓની આંખમાં આવે છે. હવે વિચારો કે ખાંડ અને વેજીટેબલના કારખાનાંઓ પાછળ આ ગરીબ દેશનાં કેટલાં બધાં નાણું ખર્ચાય છે?
કોઈ સાધુ-સાધ્વી એની સામે કયાં બેલે છે? ઘણાને તો આવી મેલી આર્થિક રમતની ખબર પણ નહીં હોય. “ચા” ના પ્રચાર માટે સરકાર બે કરોડ રૂપિયા ખર્ચે અને બાકીનો પ્રચાર પણ કેટલો જંગી છે–ત્યાં પાંચ પચ્ચીસ પ્રતિજ્ઞાથી શું વળવાનું છે ? રાજ્યને વળાંકજ જુદી દિશામાં છે. જૂનાં વ્રત અતિચાર અને જૂનાં કર્મદાનની વાતેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com