________________
૧૮૨
અપવ્યય ન કર, ઉપભોગ પરિભેગને સામાન ન વધારવો એ માટે અનર્થદંડ વિરમણ વ્રત સૂચવ્યું.
તે ઉપરાંત તેમણે સહુથી મહાન ઘોષણું અર્થપ્રધાન સમાજને તેડી નાખવા માટે કરી કે અન્યાય, અનીતિ, શોષણ કે ગમે તે પ્રકારે વધારે ધન સંચય કરનાર મહાપરિગ્રહી નરકનો અધિકારી છે. એવી જ રીતે જે લોકો આર્થિક ક્ષેત્રે અન્યાય, અત્યાચાર કરીને અર્થોપાર્જન કરે, છેતરામણી કરે, વ્યાજવૃત્તિથી ચૂસે, તેવા માણસને તિર્યંચગતિ કાં તે મનુષ્યગતિમાં વિકલાંગી થશે એમ સૂચવ્યું.
આ અંગે ભગવાન મહાવીરે દુખવિપાકસૂત્રમાં ઉદાહરણ આપીને સ્પષ્ટતા કરી છે. એવી જ રીતે જ્યારે ભ. મહાવીર જયંતી રાજકુમારી પૂછે છે: “જાગેલો સારે કે સૂતેલો સારો !”
મહાવીર કહે છે –“કેટલાક સૂતેલા સારા, કેટલાક જાગતા સારા!”
જયંતિ તેનું કારણ પૂછે છે ત્યારે ભગવાન એના જવાબમાં ચેખવટ કરે છે –
अहम्मिया अहम्माणुया, अहमिहा, अहमकश्वाई, अहम्मपलोई, अहम्मपलज्जणा, अहम्मसमुदायारा, अहम्मेन चेव वित्तिं कप्पेमाणा विहरंति एएसिणं सुततं साहू......एएणं जीवा सुतासमाणा, अप्पाणं वा परंवा तदुभयं वा णो वहुहिं अहम्मिया हिं संजोयणाहि, संजोएतारो भवंति एएणं जीवाणे सूततं साहू"
-भगवतीसूत्र ९२ श. ३०२ –એટલે કે જે જીવો અધામિક છે, અધર્મના અનુગામી છે, અધર્મપ્રિય છે, અધર્મ દ્વારા જેમને ખ્યાતિ મળી છે. અધર્મને જોનારા છે. ધર્મમાં જેનું ચિત્ત ચોટતું નથી, ધર્માચાર ન્યાયનીતિ સદાચાર જેના જીવનમાં નથી, અધમથી જે આજીવિકા,(અન્યાય, અનીતિ, છેતરપીંડી) ચલાવે છે, એવા માણસનું સુવું સારું. મતલબ એ કે આવા લોકોને વધારે પ્રતિષ્ઠા આપશે, ઉત્તેજિત કરશો, અગર તો તેને ટેકો આપીને જાગૃત કરશે તે સામાન્ય રીતે અધર્મ અને અન્યાય વ, ને ટેકો મળશે. અધર્મની પ્રતિષ્ઠા થશે, એમના અનિષ્ટને ઉત્તેજન નહિ મળે તે એ પિતાને, બીજાને અને સમાજને અધમના કાર્યો, અર્થક્ષેત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com