________________
૧૮૧ ભગવાન મહાવીરે જોયું કે બ્રાહ્મણે, જે અગાઉ નિસ્પૃહી અને નિર્લોભી બની સમાજને નૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રેરણા અને સંસ્કાર આપતા હતા; તેઓ પિતાનું ધ્યેય ભૂલી વિલાસ, પૂજાપ્રતિષ્ઠા તેમજ યજ્ઞ યાગમાં પડી ગયા છે. સત્તાધારીઓ (ક્ષત્રિયો) પણ તેમની સાથે છે અને સમાજમાં અર્થકામની બોલબાલા છે. ત્યારે તેમણે પરિસ્થિતિ-પરિવર્તન કરવા માટે નવો શ્રમણ સંધ ઊભે કર્યો. તેમણે સાધુસાધ્વીઓને સંપૂર્ણ પરિગ્રહ અને ઘરબાર છોડીને નિસર્ગ-નિર્ભર રહેવા તેમજ આર્થિક અનિષ્ટોને દૂર કરાવવા માટે નૈતિક ચેકી કરવા અને ધર્મનીતિની પ્રેરણા આપવા આજ્ઞા કરી, જીવનમાં અર્થનું કંઈપણ મહત્વ નથી, ભોગ-વિલાસ આત્મસાધનામાં બાધક છે, એ જણાવવા તેમણે રાજપાટ અને વૈભવ-વિલાસને ત્યાગ કર્યો એટલું જ નહીં અપરિચિત અને અનાર્ય પ્રેદેશોમાં વિચરણ કર્યું. તેમણે જે સંઘ ઊભો કર્યો તેના પ્રેરક બળો તરીકે અપરિગ્રહી-નિસ્પૃહી સાધુ-સાધ્વીઓને રાખ્યા અને પૂરક બળ તરીકે શ્રાવક-શ્રાવિકાને રાખી; તેમને શ્રમણ વર્ગની પ્રેરણા પામી આર્થિક ક્ષેત્રનાં અનિષ્ટોને દૂર કરવામાં સહાયક બનવાનું કહ્યું. આમ સમાજનું અર્થતંત્ર ધર્મને અંકુશમાં રહે તે વાત ભગવાન મહાવીરે બતાવી.
અર્થકામ–પ્રધાન સમાજરચના બદલવા માટે ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે બાર વતે સૂચવ્યાં. અર્થક્ષેત્રનાં અનિષ્ટ દૂર કરવા માટે સ્વેચ્છાએ અર્થત્યાગ કરવાની વૃત્તિ પેદા કરવા માટે પરિગ્રહ મર્યાદા નામનું પાંચમું વ્રત મૂક્યું એ વ્રતને વિકસાવવા માટે દિશા મર્યાદા નામનું છઠું વ્રત અને રાષ્ટ્રઘાતક, મહાહિંસક અને સમાજબાધક વ્યવસાય અને આજીવિકાની મર્યાદા સૂચક ૭ મું વ્રત મૂકયું. ૭ મા વ્રતમાં ઉપભોગ-પરિભેગની મર્યાદા ઉપભોગ્ય, પરિભાગ્ય વસ્તુઓ ઓછી વાપરવી, કરકસરથી, સાદાઈથી ચાલવું મૂકી અને અતિથિ સંવિભાગ વ્રત વડે પિતાની સામગ્રી અને આજીવિકામાંથી જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અતિથિ માટે યથાયોગ્ય ત્યાગ કરવાનું સૂચવ્યું. તે ઉપરાંત નિરર્થક
ખર્ચ અને ધર્મબાધક કાર્યોમાં સમય, સંપત્તિ, અને શક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com