________________
જો કે કોણિકને આવા જવાબની આશા નહતી. પણ ભગવાનને તો સત્યજ કહેવાનું હતું. આ ઉપરથી સ્પષ્ટ થઈ જશે કે ભગવાને સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગદર્શન કર્યું છે કે તે પૈસાદાર કે સત્તાધારીને કેવળ પૈસા કે સત્તાના કારણે માન ન આપે તેમજ ન્યાય–નીતિચારિત્ર્ય ન હોય તે પ્રતિષ્ઠા પણ ન આપે.
તે ઉપરાંત ભગવાન બુદ્ધના આર્ય–અષાંગિક માર્ગનું એક અંગ છે; સમ્યક-આજીવિકા પંચશીલમાં તેમણે ત્રીજુ અસ્તેયશીલ બતાવ્યું છે. સામાન્ય રીતે ન્યાયપાજના અને પ્રમાણિકતાને દરેક ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીર પછીના આચાર્યોએ શ્રાવક બનતાં પહેલાં, માર્ગાનુસારીના ૩૫ ગુણમાં “ ન્યાય–સંપન્ન-વિભવ " ગુણ સર્વપ્રથમ બતાવ્યો છે, એને અર્થ થાય છે ન્યાયથી સંપન્ન થયેલો. તે સાધુસંસ્થાને એ જેવું સર્વપ્રથમ આવશ્યક બને છે કે તેમના અનુયાયી ન્યાયનીતિથી કમાણું કરનાર છે કે નહીં ! આર્થિક ક્ષેત્રનાં અનિષ્ટ :
આર્થિક ક્ષેત્રે અનિષ્ટોને દૂર કરવા માટે ભગવાન મહાવીરે શ્રાવકના ત્રીજા વ્રતના પાંચ અતિચારે દેષો આ પ્રમાણે બતાવ્યા છે* (૧) તેનાહડેઃ ચારની ચેરાવેલી વસ્તુ લેવી
(૨) તકકરાયઓગે : ચારને સહાયતા આપવી ટેકો આપવો કે ઉત્તેજિત કરવી.
(૩) વિરૂદ્ધ રજજાઈકમ્મુ : રાજ્ય વિરૂદ્ધ (નીતિ ન્યાયના કાયદા વિરૂદ્ધ) કામ કરવું.
(૪) કુડતુલ કુડમાણે ખેટાં તેલ, ખેટાં માપ રાખવાં.
(૫) તપડિરૂવગત વહારે: વસ્તુમાં ભેળસેળ કરવી કે એક દેખાડી બીજી આપવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com