________________
આજે અર્થપ્રધાન સમાજરચનાનું કારણ :
સાધુસંસ્થા દ્વારા પરિગ્રહ ત્યાગ, સાદગી અને સંયમની પ્રેરણું તે લોકોને મળે જ છે પણ એ પ્રેરણાને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ ? એના માટે સમાજમાં ચારે બાજુ એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવે કે ન્યાય–નીતિ અને પ્રામાણિક પણે અર્થોપાર્જન કરવાની સહુને ભાવના થાય અને તે ટકી રહેવી જોઈએ. એના માટે અગાઉ કહ્યું તેમ અનીતિ-અન્યાય-અપ્રમાણિકતા કે શોષણની રીતે જે કંઈ અર્થોપાર્જન થતું હોય તેવે વખતે સાધુઓ માત્ર પૂર્વોકત રીતે વ્યકિતગત ત્યાગ કરીને આર્થિક ક્ષેત્રના અનિષ્ટ સામે આંખ આડા કાન કરીને બેસી જાય તો ન્યાય-નીતિને કેવળ ઉપદેશ હવામાં જ રહેવાને. તે અંગે સાધુસંસ્થા દરેકને જગવે અને આર્થિક ક્ષેત્રે અનિષ્ટકારને કોઈ પણ રીતે પ્રતિષ્ઠા ન મળે એનું સતત ધ્યાન રાખે. તેમ કરવા જતાં કદાચ એને સહન કરવું પડે તે સહન કરે અને જરૂર પડે વિરોધ રૂપે તપ-ત્યાગ કરવાં પડે તેમ તેમ પણ કરે. ત્યારે જ આજે જે રીતે અર્થપ્રધાન સમાજ ઊભો થયો છે અને લોકો ગમે તે પ્રકારે પૈસો મેળવવો એ ધ્યેય પકડીને બેઠા છે તે દૂર થશે અને ધર્મમય સમાજરચના થશે. નહિતર અર્થ–ત્યાગની વાત માત્ર સાધુઓ માટે જ છે એમ લોકો સમજશે. અને અર્થના અનિષ્ટો અકબંધ ચાલ્યા કરશે. આજના સમાજની જે આર્થિક વિષમતા છે તેમાં અમૂક અંશે સાધુસંસ્થા અને લોકસેવકોની તેના તરફની ઉપેક્ષા પણ સક્રિય કારણ છે.
આર્થિક ક્ષેત્રની ઉપયોગિતાના દાખલાઓ :
હવે ભૂતકાળમાં એક્કસ ઘડાયેલી સાધુસંસ્થાએ આર્થિક ક્ષેત્રે ઉપયોગિતા સિદ્ધ કરવા કઈ રીતે તે ક્ષેત્રનાં અનિષ્ટ દૂર કરી. પરિસ્થિતિ પરિવર્તન કરેલું, સમાજમાં અર્થને બદલે ચારિત્ર્ય અને સંયમને શી રીતે પ્રતિષ્ઠા આપેલી, આર્થિક ક્ષેત્રે ક્રાંતિ કરવા માટે નૈતિક ધાર્મિક પ્રેરણું કેવી રીતે આપી; તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com