________________
૧૭૬
તને-માણસોને સ્વાર્થ કે લેભ વશ પણ પ્રતિષ્ઠા આપશે નહીં; આંખ મીંચામણું કરશે નહીં, ઊલટું એવાં તને તે ખુલ્લો પાડશે જેથી અર્થતંત્રની સમતુલા જળવાઈ રહે. જો એમ નહીં થાય તે સમાજમાં ગમે તે ભોગે મેળવેલી સંપત્તિને પ્રતિષ્ઠા મળશે, સામાન્ય લોકો પણ આવી રીતે પ્રતિષ્ઠા મેળવવા માટે અપ્રમાણિક રીતે કમાતા શીખશે; તેમજ સાધુએ પણ પૈસાદારોની શેહશરમમાં તણાઈને સાચી વસ્તુ કહી શકશે નહીં; કે મૂડીદારના આડતિયા જેવા બની જશે.
આજે આવી સ્થિતિ ઘણે ઠેકાણે પ્રવર્તે છે તેથી ધર્મ સંસ્થાનીસાધુસંસ્થાની તેજસ્વિતા હણાઈ ગઈ છે. અર્થ ઉપર ધર્મને અંકુશ રહેવો જોઈતું હતું તેને બદલે આજે મોટે ભાગે ધર્મ ઉપર અર્થ; વાળાને પ્રભાવ છે. એટલે આર્થિક ક્ષેત્રમાં ધર્મ—નીતિને પ્રવેશ કરાવવાની, નૈતિક ચકી રાખવાની, તેમજ પ્રમાણિકતાએ રેટલો કમાઈ ખાવાની ભાવના પેદા કરાવવાની જવાબદારી અંતે સાધુસંસ્થાની છે. અગાઉ કોઈ માણસ શેષણ કરતા તે ગામના પંચ, કુટુંબીઓ, પંડિત બ્રાહ્મણો કે છેવટે સાધુ તેને ટોકતા; સમાજની નજરમાં તે પડી જતો અને આમ આર્થિક તત્ર બરાબર રહેતું. કેવળ લેખ-ઉપદેશથી ચાલશે?
આજે તો આર્થિક ક્ષેત્રે એટલી બધી વિષમતા આવી ગઈ છે કે અનીતિએ પૈસા મેળવનાર કે લોકોનું શોષણ કરનારને આવકારવામાં આવે છે, પ્રીતિ–ભોજન આપવામાં આવે છે, અરે, ધર્મસ્થાનકનું ઉદ્દઘાટન પણ એવાઓના હાથે કરાવવામાં આવે છે. આ પરિસ્થિતિ આવવાનું કારણ એટલું જ છે કે સાધુસંસ્થાના મોટા ભાગના વર્ગે એવું વિચારી લીધું છે કે તેમની જવાબદારી કેવળ ધર્મસ્થાનક પૂરતી ઉપદેશ-આદેશ આપવાની છે; કે બહુ બહુ તે લેખ લખવાની છે. જે એ લેઉપદેશ-ધર્મકથા શ્રવણ માત્રથી પતી ગયું હેત અને લોકો ન્યાયનીતિમાન થઈ ગયા હોત તો સાધુસંસ્થાની જરૂર જ ન રહેત, કારણકે વ્યાખ્યાને કે લેખો તે વિદ્વાન ગૃહસ્થ ઘણા આપી શકે છે. તો પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com