________________
૧૭૪
પ્રેરક-પૂરક બળ :
શ્રી. બળવંતભાઈ : ભગવાન મહાવીર અને જગદ્ગુરૂ શંકરાચાર્યની સાચી વાત એમના અનુગામીઓને સમજાઈ હોત તો
એવા સાધુપુરુષો રાજકીય ક્ષેત્રમાં સક્રિય પ્રેરણા આપ્યા વિના રહેત જ નહિ. આજે પણ જેમને એ વાત સમજાય તેમણે અનુબંધ કરીને આગળ વધવું જોઈએ.
લોકો આજે વજુદ વગર પણ કોંગ્રેસ સરકારને વગોવે છે. જમીનદાર, વેપારી અને મહંત વગેરેને ન રુચતું કોંગ્રેસને કરવું પડે છે. કારણ કે રાજ્ય સંસ્થા સિવાય કોઈકને જ પાયાનાં મૂલ્યની પડી હેય છે. તેઓ રાહતનાં કામ કરાવી સંતોષ માને છે. બીજી બાજુ ગામડાંને પંચાયતરાજ તો અપાય છે પણ દાંડતર સરપંચના પદે આવી જાય છે. કારણ કે ગામડા નીડર અને સંગઠિત નથી. હવે આમાં ક્યાંયે કંઈક થયું તે દોષને બધે ટોપલો કોંગ્રેસ અને કેંગ્રેસ સરકાર ઉપર આવે છે. બસની લાઈન, લાઈનમાં મોડું થવું, સ્ટેશને ટિકિટ ન મળવી કે મેડી મળવી તે બધું સરકારને નામે ! ઝીંઝકા (સૌરાષ્ટ્ર માં ધર્મમૂઢતાને નામે લોકો ભેગા થયા તો યે કોંગ્રેસ જવાબદાર ! ખરેખર વસતિ વધારે અને પ્રજાની અધીરાઈ આ બે મોટા દુઃખના કારણો છે. વિરોધપક્ષે ખોટા આશ્વાસન આપે તે પણ બરાબર નથી. લોકશાહીમાં લોકોની પણ જવાબદારી હેવી જ જોઈએ. એ બધે વિચાર કરતાં ગ્રામસંગઠન અને પ્રાયોગિક સંઘની પ્રેરકપૂરક બળની વાત બરાબર લાગે છે. વિરોધી પક્ષની વાત અધૂરી અને આ દેશ માટે પ્રતિકૂળ લાગે છે. આ જોતાં સાધુસંતોએ રાજકારણને શુદ્ધ બનાવવું જ રહ્યું. - શ્રી. બહાચારીજી : “વાત સાચી છે. સાધુમહાત્માઓએ રાજનીતિને ધર્મથી રંગવી પડશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com