________________
૧૭૪
અનોખી ભારતીય લોકશાહી: પૂરક-પ્રેરક બળવાળી
શ્રી. અંબુભાઈ : “જે ભાઈઓ કેસની જૂની લોકશાહીની વાત સમજ્યા છે પણ ૫. જવાહરલાલ કહે છે તેમ અહીંની લોકશાહી અનોખી ઢબે વિકસી રહી છે અને વિકસશે. તે વાત આજના પાશ્ચાત્ય રાજકારણથી રંગાયેલા લોકો ને ગળે ઉતરતી નથી, તેઓ કહે છે કે બાહર રહીને અમને પ્રેરણા આપનાર આ પ્રાયોગિક સંધ કોણ? “અંદર આવીને પ્રેરણા આપ!” એમ કહે છે તેમને ભારતની પરંપરા અને કદિ ગાંધીજી ગ્રેસમાં રહીને અને કદિ બહાર રહીને પ્રેરણા આપતા હતા. એ વાત આજના યુગના સંદર્ભમાં જણાવવી પડશે.
આજે વ્યકિતગત યુગ નથી પણ સંગઠનને યુગ છે. એટલે સ્વરાજ્ય પૂર્વેના ઈતિહાસમાં કોંગ્રેસના અનુસંધાનમાં જે કાર્ય કરે છે તે દ્રષ્ટિએ કોંગ્રેસના અનુસંધાનવાળું, છતાં કોંગ્રેસથી નિર્લેપ એવું તટસ્થ સંસ્યાબળ, પ્રેરક તરીકે જોઈશે. અને આજની કોંગ્રેસનું રૂપાંતર કરનારૂં ગ્રામ્ય-સંગઠનબળ પણ પૂરકબળ તરીકે જોઈશે. આ બન્ને રીતે, અંદર જઈને તેમજ બહાર રહીને અનુસંધાન રાખીને રાજઘડતર કરવું પડશે. જો એમ નહીં થાય તો કોંગ્રેસ ભવિષ્યમાં કોઈ વિદેશ બળના પ્રભાવમાં ચાલી જાય એ પણ શક્ય છે.
આજે ચૂંટણીમાં કરોડ રૂપિયા ખર્ચાય છે. દરેક રાજકીય પક્ષે મૂડીવાદીઓ પાસેથી મોટી રકમ લે છે. તેથી કોંગ્રેસ ઉપર પણ આર્થિક રીતે તેને પ્રભાવ તે પડે જ છે. અને તેની અસર અને નીતિ ઉપર પણ થાય છે. એટલે ચૂંટણીમાં જરૂરી ખર્ચ સિવાય વધુ ખર્ચ ન થાય છતાં તે નબળી ન પડે તેવું બળ જોઈએ. આને આપણે પૂરકબળ કહીએ છીએ. રાજકીય સંસ્થા નિરાંતે, પૂર્વગ્રહ વિના વિચારી શકતી નથી એટલે શાંતચિત્તે, તટસ્થ બળની એને પ્રેરણા મળવી જોઈએ. એ થઈ પ્રેરક બળની વાત. આજ પૂ. સંતબાલજીના શબ્દમાં પ્રેરક-પુરક બળની વાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com