________________
૧૭૭
આ પરિસ્થિતિ ઊભી ન થાત ! તેમજ લેખક લખવા, ઉપદેશ આપવો એ બધું તો આજે ઘણી રીતે થઈ રહ્યું છે તે છતાં પણ પ્રબળ આર્થિક પ્રજનને વશ થઈને સમાજની ન્યાયનીતિની મર્યાદાઓ આર્થિક ક્ષેત્રે ઉલંધાતી હોય ત્યારે સાધુ સંસ્થા જેવી સબળ નીતિ ન્યાયની પ્રેરક સંસ્થાએ આગળ આવીને તેની સમતુલા જળવાઈ રહે, એવું સકિય કાર્ય કરવું જોઈએ.
આર્થિક ક્ષેત્રે ઉપયોગિતાના બે મુદ્દાઓ :
આ ઉપરથી સાધુસંસ્થાની આર્થિક ક્ષેત્રે ઉપયોગિતાના બે મુદ્દાઓ ફલિત થાય છે – (૧) એ આદર્શ સમાજ આગળ મૂકે કે જેથી અર્થત્યાગની પ્રેરણા મળી શકે અગર તે મળતી રહે. (૩) બીજું એ કે, તેઓ સ્પષ્ટ માર્ગદર્શન વિ. સાધન વડે એવી પરિસ્થિતિ સર્જે કે કોઈને અન્યાય, અનીતિ કે શવણ દ્વારા અર્થોપાર્જન કરી શકે. એટલું જ નહી પ્રામાણિકપણે અર્થોપાર્જન કરવાની પ્રતિજ્ઞામાં ટકી શકે.
આમ જોવા જઈએ તે સાધુસન્યાસી વર્ગ દીક્ષા લે છે ત્યારે ઘરબાર સંપત્તિ છે. બધાને ત્યાગ નિસર્ગનિર્ભર બનવા માટે કરે છે અને તે જ જીવન બીજાને પ્રેરણારૂપ બનવું જોઈએ. પણ થાય છે એવું કે આટલું બધું છોડ્યા પછી પણ પિતાની ભિક્ષા અને રહેઠાણું અને જરૂરિયાતો માટે પિતાની જ સંપ્રદાય સુધી તેઓ સીમિત રહે છે પિતાનું વિશ્વ વ્યાપકક્ષેત્ર, વ્યાપક જનસમાજ તથા “વસુધૈવ કુટુંબકમ્ ની જવાબદારીનું સૂત્ર ભૂલી જાય છે. તેથી પિતાના વર્ગને તે સાચું કહેતાં તે લેભ અનુભવે છે અને સમાજને કર્તવ્યભાવે અર્થ-ત્યાગની જોઈએ તેટલી પ્રેરણા મળતી નથી. તેની સંપ્રદાય પણ વ્યાપકપણે ત્યાગ કરતા શીખતી નથી. એટલે સર્વ પ્રથમ સાધુસંસ્થાએ પિતાના ખાનપાન અને માનપાનને મોહ છેડીને પિતાની ભિક્ષાચરી અને રહેઠાણનું ક્ષેત્ર વ્યાપક બનાવવું જોઈશે. એટલું જ નહીં એમ કરવા જતાં તેમણે
૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com