________________
૧૭૧
પરિસ્થિતિ ઊભી થશે. ઘણું સાધુઓ રાજકારણ અંગે સમજવા અને બેલવા તૈયાર થયા છે તે પણ હર્ષને વિષય છે. જો કે જેના માટે એ વાત નવી નથી. ઉતરાધ્યયન સૂત્રમાં ઠેર ઠેર એ વાત જોવા મળે છે. તેમજ ભગવાનના એ વ્યાખ્યાનમાં અઢાર દેશના રાજાઓ હતા એ શું સૂચવે છે ?” વૈદિક સાધુ સંસ્થા અને રાજકીય ક્ષેત્ર
શ્રી. માટલિયાજી: “સવારે પૂ. નેમિમુનિએ જૈન પરંપરાના ઘણું દાખલાઓ આપ્યા. હું વૈદિક પરંપરાની થોડી વાત કરું – “દેવાસુર સંગ્રામમાં દેવોને દધીચિ ઋષિએ પોતાના હાડકાનું બાણ બનાવી વાપરવા દીધું. પરશુરામે બ્રાહ્મણો ઉપર ક્ષત્રિયોના ત્રાસને નિવારવા, ક્ષત્રિય સિવાયની શક્તિનું સંગઠન કરી, ક્ષત્રિયોને સામને હિંસક શસ્ત્રોથી કર્યો. વિશ્વામિત્રે પુરોહિત પદ તછ આય—અનાને ભેગા કર્યા. એકબાજુ રાજકુટુંબોને સંગઠિત કર્યા અને બીજી બાજુ રામને વાહન બનાવી ક્ષત્રિયોને સન્માર્ગે દોર્યા. વનવાસીઓ અને ઊતરી , ગયેલા ક્ષત્રિયોને યોગ્ય સ્થાન ચીંધ્યું. ત્યારે વશિષ્ઠ ઋષિએ રાજ્યમંડળમાં ન્યાયાધિકારીનું પદ સંભાળ્યું અને તેને જાળવી રાખ્યું પણ તેમણે બ્રાહ્મણ સંસ્થાને વધુ પડતો પક્ષ લીધો. જે રામે વિશ્વામિત્રના નિમિત્તે અહલ્યાને ઉદ્ધાર કર્યો તેમને પવિત્ર સીતાજીને ત્યાગ, ધોબીના વચને ઉપર કર પડ્યો ત્યારે કોઈ બ્રાહ્મણ તેને સમજાવવા ન ગયું કે કોઈએ ઠપકો ન આપે. કહેવાને અર્થ એટલો છે કે, રામને શંબુકને વધ કરવો પડ્યો, લક્ષ્મણને દુર્વાસાથી ડરીને જળસમાધિ લેવી પડી; આ બધામાં તે વખતના બ્રાહ્મણે નૈતિક માર્ગદર્શન ન કરી શક્યા એ સ્પષ્ટ જણાઈ આવે છે. બ્રાહ્મણ કે ઋષિઓ જેના હાથમાં દંડશકિત આવી તેમણે તે હાથમાં લઈ છુટા છવાયા પ્રયત્ન કર્યા છે પણ લોકસંગઠનની દષ્ટિએ થયેલ કોઈ પ્રયત્ન દેખાતું નથી. શિવાજીને રાજકારણમાં ધર્મ માગે દેરનાર સમર્થ ગુરુ રામદાસ હતા; પણ તે વ્યકિતગત પ્રયત્ન હતો. તેથી જ શિવાજીને પુત્ર સંભાજી ધર્મ માર્ગે ન ચાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com