________________
સાચે ધમપ્રચાર ગણાશે. માત્ર રાજ્ય સંસ્થાની ટીકા કરવાથી કે ઠપકો આપવાથી કર્ણય વળવાનું નથી, ધર્મપ્રચારેય થવાને નથી.
આજે સાધુસંસ્થા હોવા છતાં, વિશ્વ હિંસક સાધનો વડે લોકશાહી ચલાવવા માગે છે. ત્યારે સાધુસંસ્થાએ તો અહિંસક સાધન વડે, લોકસંગઠને અને લોકસેવકસંગઠનને કેળવીને લોક-નાદ બુલંદ કરીને વિનાશકારી શસ્ત્રોનાં નિર્માણ અને હરિફાઈઓને રોકીને-આજનો મહાન ચમત્કાર કરી પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવાની છે. રાજકીય ક્ષેત્રે જે તે આટલું નહીં કરે તો સાધુસં સ્થાને રાજ્યાધીન થવું પડશે અને ચીન તેમજ રશિયામાં થયું તેમ તેની સ્થિતિ ખરેખર કફડી જ નહીં, પણ નામોનિશાન વગરની બની જશે. એટલે જ સાધુસંસ્થાએ આ દિશામાં પૂર્વોક્ત સ્પષ્ટ માર્ગ પ્રમાણે લોકશાહીના સંદર્ભમાં એ રીતે જ પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવાની છે.
ચર્ચા-વિચારણ સાધુ ન કરે તે કેણ કરે?
શ્રી. પુંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી વખતે સત્તાલક્ષી મેલાં તો અને આંતરરાષ્ટ્રીય રાજકારણના હાથા રૂપે કેટલાંક બળો માથાં ઉચકે છે. આવા વખતે સમાજની ઊંડી શ્રદ્ધા ધરાવનાર સાધુઓએ વિનમ્રપણે તેમને સમજાવવાં જોઈએ. જે તેમ પણ ન થાય તે અહિંસક તાપમય આંદલને દ્વારા તેમને અટકાવવા જોઈએ. જે એમ ન અટકે તે અહિંસક તપમય આંદોલન દ્વારા અટકાવે. તેઓ જો આમ ન કરે તે પિતાને ધર્મ ચૂકે છે, કારણ કે રાજ્ય સરકાર અને રાજકીય સંસ્થાઓને મર્યાદા હોય છે. કાર્યકરે ગૃહસ્થાશ્રમી હોય તે તેમને લાલચ, શેહશરમ વ. ભયો નડે છે. જે બ્રહ્મચારી કે વાનપ્રસ્થી સેવકો હોય તેઓ પણ કેટલીક વાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com