________________
૧૬૮
સંસ્થા કે જેના હાથમાં શાસન છે તે કેંગ્રેસ છે. એટલે આજે એ સંસ્થાને ટેકો આપી તેનું નૈતિક તેમજ ધાર્મિક ઘડતર કરી તેના વડે અનિવાર્ય રીતે ધર્મ પળા પડે એવી પરિસ્થિતિ ઉભી કરવી પડશે.
અગાઉ રાજાશાહી હતી, ત્યારે રાજાને પ્રતિબોધ આપવાથી કાર્ય ચાલતું હતું. હવે લોકશાહી છે એટલે લોકોને ઘડવાની પ્રેરણું આપી, સારામાં સારા ઘડાયેલા પ્રતિનિધિઓને રાજ્યસભામાં (ધારાસભા અને લોકસભામાં) મોકલી, ધર્મનીતિની પ્રેરણાનો અમલ રાયસંસ્થા દ્વારા કરાવવાની પ્રક્રિયા ઊભી કરવી પડશે.
એ માટે સાધુસંસ્થાએ અગાઉના ઋષિઓ અને ધર્મચાર્યોની જેમ લોકસંગઠને, લોકસેવક સંગઠને દ્વારા રાજ્ય ઉપર અંકુશ આણ પડશે. તેથી રાજ્ય અનિષ્ટ કરતાં અટકશે; કારણ કે સારા ઘડાયેલા ” નીતિ પ્રધાન પ્રતિનિધિઓ ત્યાં જઈને એ અનિષ્ટોને રોકવા પ્રયત્ન કરશે. તે ઉપરાંત આજે રાજકારણે બધાય ક્ષેત્રે ઉપર બેટી રીતે વર્ચસ્વ જમાવ્યું છે. તે તેની પાસે કેવળ રાજકીય ક્ષેત્ર રહે અને બાકીનાં સામાજિક આર્થિક વ. ક્ષેત્રે યોગ્ય અને ઘડાયેલા લોકસંગઠને અને લોકસેવકસંગઠન પાસે જાય તેમ કરવા તેમજ તેને શુદ્ધ કરવા માટે પણ પ્રક્રિયા ઊભી કરવી પડશે.
આ દેશની મુખ્ય રાજ્ય સંસ્થા કોગ્રેસ છે અને વિશ્વની “ધૂને ” છે. આ બન્ને અંગે અનુબંધ વિચારધારામાં ઘણું સ્પષ્ટ થયું છે. આ બન્ને સંસ્થાઓ દ્વારા વિશ્વ–રાજકારણની શુદ્ધિ કરાવવાની છે. જે સાધુઓ એક ઠેકાણે બેસીને ઉપદેશ આપશે તે તે ક્યાંથી થશે? તેમણે તે લોકસંગઠને કેળવી, તેના વડે અવાજ બુલંદ કરાવીને કહેવું પડશે. તેમજ આજે જગત ઉપર યુદ્ધ અને મેગાટન બમ વડે વિનાશને તોળાતે ભય અટકાવી શકાશે. જનસંગઠન અને જનસેવક સંગઠન દ્વારા રાજ્યને ઘડવાથીજ, લોકોને દંડ શક્તિ અને હિંસક સાધને ઉપરનો વિશ્વાસ દૂર થશે, ધર્મ અને નીતિ અમલી થતાં અનિષ્ટો દૂર થશે અને ત્યારે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com