________________
પાસે મેક્ષ માર્ગ સાધક ધર્મને ઉપદેશ સાંભળ્યો. તેમનું “કૃપારસ કાવ્ય” સાંભળીને ઘણે દ્રવિત થયે; એટલું જ નહીં પિતાના પાપકૃત્યની ગુરુ આગળ નિંદા કરી, સંસારથી તારવાના ઉપાય બતાવવાનું તેમજ કંઈક માંગવા કહ્યું. આચાર્યો તેને જણાવ્યું કે “અમે દ્રવ્ય વગેરે તે લેતા નથી. પણ જે ખરેખર ઇચ્છા હોય તો એટલું કરે કે પર્યુષણના દિવસોમાં અમારિ–પડહ વગડાવો, પશુહિંસા બંધ રાખે અને કેદીઓને મુક્ત કરે !”
અકબરે બાર દિવસને અમારિ–પડહ વગડાવ્યો અને પશુવધ બંધ કરાવ્યું. તેના આત્મકલ્યાણ માટે આચાર્યશ્રીએ ચાર વાત જણાવીઃ(૧) કોઈપણ જીવને બેડીએ બાંધવા વ.નું બંધન ન કરવું. (૨) નદી સરોવરમાં માછલાં ન પકડવા (૩) ચકલી વ. પક્ષીઓની હિંસા નહીં કરવી. (૪) તીર્થયાત્રીઓ પાસે યાત્રાવેરો ન લે.” એ ચારેય વાત અકબરે મંજુર કરી અને ૬ માસનો અમારિ–પડહ વગડાવ્યો; એટલું જ નહીં તેમને “જગદગુરૂ”ની ઉપાધિ પણ આપી. આમ તેમણે અકબરના હૃદયમાં દયા-ધર્મ સ્થિર કરી તેના મારફત તેના સંપૂર્ણ રાજ્યમાં ધર્મ–નીતિને પ્રચાર કરાવ્યો. રાજકીય ક્ષેત્રે તેમણે રાજાને પ્રેરણા આપી ત્યારે જ આ બધું થઈ શક્યું.
ત્યારબાદ રત્નપ્રભસૂરિ, આચાર્ય જવાહરલાલજી, જૈન દિવાકર ચેાથમલજી, વગેરે અનેક પ્રખ્યાત અને અપ્રખ્યાત જૈન સાધુઓએ રાજાઓને માર્ગદર્શન, પ્રેરણા આપી ધર્મનીતિને પ્રચાર કર્યો છે. આ બધુ જાણ્યા પછી કઈને શંકા રહેશે નહીં કે સાધુસંસ્થાએ સક્યિ બની રાજકીય ક્ષેત્રે સક્રિય માર્ગદર્શન આપી, પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી છે-અને કરવાની છે. આજના યુગે સાધુસંસ્થાએ કઈ રીતે કાર્ય કરવું જોઈએ?
આજે રાજાશાહી ચાલી ગઈ છે અને લોકશાહી આવી છે. આ લોકશાહીને ગતિ આપવામાં અહિંસક રીતે ઘડાયેલી આજની રાજ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com