________________
૧૨૭
નગરીમાં વસતા બધાજ વર્ણ અને કોમના લોકોને સવાલ બનાવ્યા. “જ્ઞા ત તિ” ઓળખવા માટે જાણવા માટે એ જ્ઞાતિ બની, પણ પછી તે તેમાં અનેક નરરત્નો પેદા થયાં. | ગુજરાતના રાજા વનરાજ ચાવડાને મંત્રી ચાંપે પિતાની સાંસ્કૃતિક પ્રેરણાના કારણે એ પદ પામ્યો હતો. તે ધર્મ-નીતિ પરાયણ જેન ઓસવાલ હતો. તેણે પાવાગઢ પાસે પ્રસિદ્ધ ચાંપાનેર વસાવ્યું હતું. વનરાજને રાજ્યતિલક કરનાર શ્રીદેવી એ સવાલ જ્ઞાતિની શ્રાવિકા હતી. વનરાજના મંત્રી જોબ પણ એ સવાલની પેટા જ્ઞાતિ શ્રીમલિ જ્ઞાતિને હતો. ગુજરાતના રાજ્યકારણમાં તે જૈન મંત્રી શરૂઆતથી હતા. મારવાડમાંથી ઉદયન જેવા સંખ્યાબંધ જૈન સવાલો ગુજરાતમાં વસ્યા અને હિંદુધર્મ ઉપર સ્પષ્ટ રીતે તેમની છાપ આજ સુધી ચાલુ રહી છે.
એવી જ રીતે સિદ્ધરાજ જયસિંહના મંત્રી પદે આવનાર ઉદયન જૈન હતો. તેને પુત્ર બાહડ (વાડ્મટ) પણ કુમારપાલને મંત્રી બન્યો તે જૈન હતો. મંત્રી બાહડે કુમારપાળના દ્રવ્યથી શત્રુંજ્ય પર્વત ઉપરનું લાકડાનું જીર્ણશીર્ણ મંદિર તોડાવી તેને ઉદ્ધાર કરી ઘણું દ્રવ્ય ખર્ચો. તેણે પણ મોટો સંઘ કાઢયો હતો. કુમારપાળે બાહડમંત્રી ને સકળ રાજકારણ અને વેપાર સોંપી રાખ્યા હતા. બાહડન ના ભાઈ અબડ દંડનાયક હતો. તેણે કંકણના કદબવંશીય રાજા મલ્લિકાર્જુનની દાંડાઈ દૂર કરવા ચઢાઈ કરી વિજય મેળવ્યો હતો. તેથી કુમારપાલ રાજાએ તેને “રાજપિતામહ”ની પદવી આપી હતી. ઉદયનના ત્રીજા પુત્ર ચાહડને
“રાજશ્વર”નું બિરૂદ મળ્યું હતું. ચોથા પુત્ર ઓલાકને શસ્ત્રાગાર પર નીમવામાં આવ્યો હતો. તેને “સામંત મંડલી સત્રાગાર ”નું બિરૂદ, અપાયું હતું. ચાહડને પુત્ર કુમારસિંહ કુમારપાળને કોઠારી હતો. કુમારપાળ ઉપર હેમચંદ્રાચાર્યને સંપૂર્ણ પ્રભાવ હતો. જે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હતા.
ગુજરાત તરફથી સહેજ મેવાડ તરફ તવારીખના ક્રમમાં જઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com