________________
૧૪૭
અને બધાની સેવા શુ કરતા. આમાં કોઈ ઊંચા કે નીચો ન હતો. અલગ અલગ કક્ષા અને ભૂમિકા ઉપર રહીને બધા જ વર્ણવાળા સમાજની અલગ અલગ રીતે સેવા કરતા. એની ઉપર સાધુવર્ગની નૈતિક ચેકી રહેતી જેથી કોઈ કોઈ ને અન્યાય ન કરી બેસે અને અનુબંધ ન તૂટે કે ન બગડે. કદાચ કોઈ અન્યાય કરતો તે સાધુવર્ગ તેને ચેતવતો અને આખા સમાજને જાગૃત કરતો અને અંતે પિતાનાં તપ-ત્યાગ વડે પ્રાણે હામીને પણ એ અન્યાયને દૂર કરવા ઝઝૂમતો. આવી હતી સાધુસંસ્થાની કામગીરી. સામાજિક ક્ષેત્ર તેથી ઘડાતું જતું હતું.
રામ પછી કૃષ્ણના યુગની વચગાળામાં ખૂબ ઓટ આવી. સમાજમાં સેવા અને ગુણના બદલે ધન અને સત્તાની પ્રતિષ્ઠા જામી. બ્રાહ્મણોએ ધન અને સત્તાવાળાઓને થાબડવાનું કામ શરૂ કર્યું. નારી જાતિની સેવા કરનાર કે ગરીબની કિંમત ઓછી થવા લાગી. ધનવાનને પ્રતિષ્ઠા મળવા લાગી. એથી જ કૃષ્ણયુગે મહાભારત કામ આવી પડ્યું. દુર્યોધન જેવા સત્તાધીશોને દ્રોણાચાર્ય-કૃપાચાર્ય જેવા ટેકો આપવા મંડી પડ્યા. ભરી સભામાં માતૃજાતિનું (દ્રૌપદીરૂપે) હડહડતું અપમાન કરવા છતાં બધા કંઈ ન બોલી શક્યા. વિરજી ભાગી ગયા અને નારદજી ચેતવવામાં રહી ગયા. આવા કાળમાં નારીજાતિના ઉદ્ધારનું કાય મહત્વનું હતું જે ભગવાન નેમિનાથ, રાજુલને બ્રહ્મચારિણી તરીકે દીક્ષા આપીને તેને પણ મુક્તિની અધિકારિણી બનાવી સંપૂર્ણ કર્યું.
શ્રીકૃષ્ણચંદ્ર ચાતુવર્ણની સ્થાપના અંગે કહ્યું –
ચાતુર્વર્થ મા કુષ્ઠ ગુળ-વિભાવઃ”
એટલે કે ગુણ (વિશેષતા) અને કર્મ (ધંધા)ની દષ્ટિએ ચારે વર્ણની સ્થાપના કરી છે. બે વર્ગો-બ્રાહ્મણ અને ક્ષત્રિયો ગુણેના આધારે છે અને વૈશ્ય-શુક કર્મના આધારે છે. બ્રાહ્મણના ગુણો હતા – શમ, દમ, તપ, શાચ, શુદ્ધિ, ક્ષમા, સરળતા ઋજુતા અને જ્ઞાનવિજ્ઞાન. ક્ષત્રિના ગુણ હતાઃ શર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુધ્ધવીરતા, દાન, નેતૃત્વશકિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com