________________
રાજકીય ક્ષેત્રે ઉપયોગિતા મુનિશ્રી નેમિચંદ્રજી ]
[૧૦] [૬–૧૦–૬૧
રાજકીય ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપથગિતાની વાત કરવામાં આવતાં ઘણને એમ પ્રશ્ન થશે કે સાધુસંસ્થાને વળી રાજકારણ સાથે શું ? જે એ રાજકારણમાં પડે તે તેની મર્યાદામાં ન રહી શકે. સામાન્ય રીતે ઘણાખરા એમજ માને છે કે સાધુસંસ્થા સંપ્રદાયનું કાર્ય કરે, બહુ બહુ તે સાર્વજનિક વ્યાખ્યાન આપી દે કે એથી વધારે ધર્મપ્રચાર અંગે કાર્ય કરે. પણ સાધુસંસ્થા જ્યારે સ્પષ્ટ માર્ગ અપનાવે છે ત્યારે તેણે જીવનના દરેક ક્ષેત્રને અપનાવી તેમાં ધર્મનીતિને પૂટ આપે છે, સાથે જ ચાર સુસંસ્થાના અનુબંધમાં એણે રાજ્ય સંસ્થાને પણ નીતિ-ધર્મનું માર્ગદર્શન આપવાનું છે. એટલે જ ઘડાયેલી સાધુસંસ્થાના પૂર્વાચાર્યોએ રાજ્ય સ્થા, રાજા અને રાજકારણ દરેકને ધર્મ તેમજ નીતિન પટ આપેલો; એ એમના જીવન ચરિત્રથી મળી આવે છે.
શું રાજકારણથી વેગળા રહી શકાય છે?
આજના પ્રખ્યાત સાધુ-સાધ્વીઓને જોવા જઈએ તે તેઓ સીધી કે આડકતરી રીતે રાજકારણમાં રસ લેતા હોય છે. શિબિરના પ્રસંગે એક પ્રખ્યાત સાધુએ કહ્યું: “સાધુઓએ રાજકારણમાં ન પડવું જોઈએ?”
ત્યારે મેં કહ્યું: “એને અર્થ તે એ થયો કે સાધુઓએ રાજ્ય જે કરે તે તેને કરવા દેવું જોઈએ. એમાં આપણે તદ્દન રસ ન લેવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com