________________
૧૬૧
રાજા ચંદ્રયશ અને મિથિલાના રાજા નમિ બન્ને સહેદરભાઈએ વચ્ચે એક નજીવા કારણસર, માત્ર હાથીને લઈને યુદ્ધ થવાનું હતું ત્યાં મદનરેખા સાધ્વી ત્યાં ચાલી–ચલાવીને આવી તેને નિવારે છે. રાણી મૃગાવતીને ચેતવી, યુદ્ધ-નિવારણ કરવામાં તે પ્રભુને પિતાને હાથ હતે. પછીના આચાર્યો અને રાજાઓ
ભગવાન મહાવીર બાદ ભદ્રબાહુ સ્વામીએ ચંદ્રગુપ્ત રાજાને ધર્મનીતિની પ્રેરણા આપી હતી જેથી તે શ્રાવકધર્મ પાળતું હતું એટલું જ નહીં દક્ષિણમાં શ્રવણબેલગોલા ગામે તેણે તેમની પાસે દીક્ષા લીધી હતી. દક્ષિણમાં જૈનધર્મને પ્રચાર તેમણે જ કરાવ્યો હતો.
રાજ સંપતિને આચાર્ય સુહસ્તિગિરિએ ધર્મનીતિ તરફ વાળ્યો હતા. પૂર્વભવનું સ્મરણ થતાં રાજાને યાદ આવે છે કે પોતે ભિખારી હતો અને આચાર્યશ્રીએ તેને દીક્ષા આપી હતી. તેજ દિવસે રોગગ્રસ્ત થઈ તે કાળધર્મ પામી રાજાને ત્યાં જન્મે છે. આચાર્યને ઉપકાર જાણી તે એમને રાજ્ય સ્વીકારવા વિનવે છે પણ આચાર્યશ્રી તેને ધર્મ પ્રચાર કરવાનું જણાવે છે. તે મુજબ તે પિતાના રાજ્યમાં છેષણ કરાવે છે કે –
આજથી મારા રાજ્યમાં કોઈ વ્યકિત પશુપંખીને શિકાર નહીં કરે ! માંસાહાર નહીં કરે તેમજ શરાબ નહીં પીએ ” તેણે જાતે જૈનધર્મને સ્વીકાર કર્યો અને એણે અનાર્ય દેશમાં પણ કેવી રીતે ધર્મને પ્રચાર કર્યો તે અગાઉ ધામિક ક્ષેત્રમાં ઉપગિતાના સંદર્ભમાં વિચારાઇ ગયું છે. આમ આચાર્ય સુહસ્તિગિરિએ રાજકીય ક્ષેત્રમાં પ્રેરણા આપી મેટું કામ કર્યું.
કલિંગ ચક્રવત મહારાજ મહા મેધવાહન ખારવેલને જેનાચાર્યોના સંગે જૈનધર્મને પાકો રંગ લાગ્યો હતો. તેણે આચાર્ય સુસ્થિગિરિની પ્રેરણાથી તે વખતે આગમ સંશોધન, સામાજિક કાર્ય તેમજ બીજા દેશોમાં ધર્મ પ્રચાર એ ત્રણ બાબતો અંગે મોટું જૈન સમેલન ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com