________________
૧૫૦
વિશ્વમાં કયા પ્રવાહે જોર કરી રહ્યા છે? તેના લીધે બધા ક્ષેત્રો ઉપર કેવી રીતે અસર થાય છે? તેને અહિંસક રીતે અટકાવવા માટે શું કરવું જોઈએ ? એ સમજ્યા વગર તેઓ જે કાંઈ કરશે તેથી તે રાજ્ય સંસ્થાને દુર કરવા માગતા હોય તે ભાસ થશે. જ્યાં સુધી સામુદાયિક અહિંસક પ્રતિકાર ન થાય, ત્યાં સુધી વિધિ અસરકારક થતું નથી. ર૭ ધમે- રાષ્ટ્રધર્મ :
જે રાજકારણ સાથે સાધુસંસ્થાને કોઈ પણ પ્રકારનો સંબંધ ન હત તે ભગવાન મહાવીરે ઠાણાંગ સૂત્રમાં દશ ધર્મોનું વર્ણન કરતાં રાષ્ટ્રધર્મ” અગે શા માટે કહ્યું છે? ધર્મના અનેક અંગોમાં રાષ્ટ્રને પ્રેરણા આપવી એ ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સ્વામી સુધી અને ત્યાર પછીના આચાર્યોએ આપેલી રાજ્યને પ્રેરણાથી જડી આવે છે. જે લોકો સાધુસંસ્થાને રાજકારણથી અતડા રહેવા માટે જણાવે છે તે લોકો એ ભૂલે છે કે રાષ્ટ્ર એ પણ અલગ-અલગ સમાજનું મોટું જૂથ છે અને જેમ સામાજિક ક્ષેત્રે સાધુસંસ્થાએ ઉપયોગી થવાનું છે તેમ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેણે ઉપયોગી થવાનું છે. ભગવાન મહાવીર અને રાજાઓ:
ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર અને શ્રમણ શિરેમણિ ગણાય છે. તેમના જીવનમાં તપાસ કરતાં જણાશે કે ૯ મલી અને ૮ લિચ્છવી વંશના કુલ ૧૮ દેશના રાજાઓ તેમને અંતિમ ઉપદેશ સાંભળવા આવે છે. જે ઉત્તરાધ્યયન સત્ર રૂપે છે. એ સૂત્ર દ્વારા તેમણે, ધર્મ, ઈશ્વર, યશ, વર્ણવ્યવસ્થા, વિનય,: સાધુધર્મ, મનવૃત્તિ, જીવ-અછવા સંબધમાં ઘણું જાણકારી મહારાજાઓને આપી. વૈશાલી નરેશ ચેટક, કલાંબી નરેશ શતાનિક, મગધ નરેશ શ્રેણિક, તેને પુત્ર કેણિક–અજાતશત્રુ, તેને પુત્ર ઉદાયી, ઉજ્જૈનને રાજા ચંડકત, પિતનપુરને રાજા પ્રસન્નચંદ્ર, વીતપ પટ્ટણને રાજ ઉદાયન, આ બધા ઉપર ભગવાન મહાવીરની સ્પષ્ટ અસર હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com