________________
૧૬૦
તે વખતે દાસદાસીઓને ઊભે બજારે વેચવાની કુપ્રથા ચાલુ હતી.. ખુદ કેશાબીના બજારમાં ચંદનબાળા, વેચાઈ હતી. તેથી સમસ્ત પ્રજાને જગાડવા અને પ્રેરણા આપવા માટે ભગવાન મહાવીરે ૫ માસ અને ૨૫ દિવસને અભિગ્રહ ધારણ કર્યો હતે. એ પ્રેરણા કેટલી જબસ્ત હશે કે ત્યારબાદ ભારતમાં સામાન્ય રીતે દાસપ્રથા બંધ થઈ ગઈ હતી. ત્રીજા વ્રતને અતિચાર ભ. મહાવીરે વિરુદ્ધ રજજાઈ કમે બતાવી તે રાજ્યના હિતકારી કાનૂન કાયદાથી વિરુદ્ધ વર્તવાને નિષેધ કર્યો છે.
યોમાં પશુઓની હિંસા થતી હતી. તેમાં ખુદ રાજાઓ રસ લેતા. એટલે ભગવાન મહાવીરે પ્રેરણા આપી એ અનિષ્ટને દૂર કરવા પુરૂષાર્થ કર્યો. ત્યારબાદ યજ્ઞોમાંથી પશુબલિ ધીમે ધીમે ભારતમાંથી દૂર થતી ગઈ છે.
૧૮ દેશના રાજાઓ અગાઉ વ્યકિતગત સત્તા ભોગવતા હતા. પણ ભગવાન મહાવીરના શ્રાવક બન્યા પછી તેમણે ગણુસત્તાક રાજ્ય પદ્ધતિને અપનાવી. તેમાં પણ ભગવાન મહાવીરની સીધી કે આડકતરી પ્રેરણા હેવી જોઈએ. અગાઉના સમયમાં “રાજાનું શાસન હોઈ કેવળ તેને સમજાવવામાં આવતા પ્રજા તેને અનુસરતી. એટલે જ જૈન આગમમાં
જ્યાં ત્યાં રાજાનું વર્ણન શરૂઆતમાં આવે છે. તે વખતે “યથા રાજા તથા પ્રજાનું સૂત્ર પ્રચલિત થયેલું. નહિંતર મુખ્ય પાત્રોના વર્ણનની સાથે રાજાના વર્ણનની શી જરૂર હતી? ભગવાન મહાવીરે આવા અનેક રાજાઓને સમજાવી તેમના તેમજ તેમની પ્રજાના જીવનમાં ધર્મનીતિનાં તત્ત્વ દાખલ કરાવ્યાં હતાં. તે વખતે રાજ્યને દેરવનારા બ્રાહ્મણો પોતાની ફરજ ચૂક્યા હતા અને ક્ષત્રિયોને ચેતવવાની જરૂર હતી. તે કાર્ય ભગવાન મહાવીરે કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રમાં રાજાને પ્રતિબંધિતી વાતે :
ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલ સંયતિ રાજને ગભિલ્લમુનિ પ્રણા આપે છે. ચિત્તમુનિ બ્રહાદત ચક્રવર્તીને પ્રેરણા આપે છે. સુનપુરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com