________________
આચાયે ઘણું પ્રયત્ન કર્યા પણ સિદ્ધરાજ તેને ન છેડી શકયે એટલે તેમણે કુમારપાળને ગાદીએ બેસાડવાને વિચાર કર્યો અને સિદ્ધરાજને કોપ થતાં, તેમણે કુમારપાળને ઉપાશ્રયમાં છુપાવીને પણ રાખે. તેને રાજનીતિ, ધમ, કળા વ.નું સુંદર જ્ઞાન આપ્યું. સિદ્ધરાજ પછી કુમારપાળ ૫૦ વર્ષની ઉમ્મરે રાજા થયા. તે વખતે પિતાના ઉપર કરેલા ઉપકારે યાદ કરી તે આચાર્યશ્રીને રાજ્ય સમર્પણ કરવા ગયો. ત્યારે તેમણે રાજ્ય નિષ્પરિગ્રહી સાધુઓ ન લઈ શકે એમ કહી, તેને ત્રણ આજ્ઞાઓ દ્વારા ધર્મચરણ અને ધર્મપ્રચાર કરવાનો આદેશ આપે –
(૧) પ્રાણીમાત્રને વધ બંધ કરી, સર્વ જીવોને અભયદાન આપ.
(૨) પ્રજાની અધોગતિનું મુખ્ય કારણ દુર્વ્યસન છે. માટે ઘત, ચેરી, માંસાહાર, શિકાર, પરસ્ત્રીગમન, શરાબ અને વૈશ્યાગમન વગેરેને પ્રજાથી દૂર કરે !
(૩) વીતરાગની નિષ્પક્ષ આજ્ઞાનું પાલન કરી ધર્મતત્વને પ્રચાર કરે.
કુમારપાલે તરત ત્રણે આજ્ઞાઓને શિરોધાર્ય કરી, તેમને રાજગુરુનું પદ આપ્યું. અનેક ગ્રંથોના રચયિતા આચાર્યને સંધ તથા રાજા અને રાજસભાએ મળીને “કલિકાલ સર્વજ્ઞ”નું પદ આપ્યું. તે વખતે કુમારપાલ રાજાએ “અમારિપડહ” વગડાવી સમસ્ત રાજ્યમાંથી હિંસાને દેશનિકાલ કરાવી. રાજકુળદેવી કંટકેશ્વરીને અપાતે બલિ બંધ કરાવ્યો. દુર્વ્યસનને બહિષ્કાર કરાવ્યો. પિતે શ્રાવક ધર્મ સ્વીકારી “પરમઆહંત' બન્ય; અને વીતરાગ આજ્ઞાનું પાલન કરવા લાગ્યો. તે ઉપરાંત આચાર્યો તેને પોતાના ધર્મમાં રહી તત્વની દષ્ટિએ જૈનધર્મનાં તોનું પાલન કરવાનું અને શૈવધર્મની ક્રિયાઓને સાચવવાનું સૂચવ્યું તેથી તે “પરમ માહેશ્વર” પણ કહેવાય.
આ ઉપરાંત હેમચન્દ્રાચાર્ય કુમારપાળ રાજાને રાજકીય ક્ષેત્રની ઝીણામાં ઝીણી બાબતમાં માર્ગદર્શન અને પ્રેરણા આપતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com