________________
૧૬૩
અને સાધ્વીઓના શીલ લૂંટવાની પરંપરા ચાલુ થઈ જાત. તે વખતે કેવળ નિઃસ્પૃહ સાધુઓ જ રાજ્યને કંઈ કહી શકે કે વશમાં લઈ શકે? હેમચંદ્રાચાર્ય અને ગુજરાતના રાજાએ
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ અને ત્યારબાદ કુમારપાળના સમયે જે પ્રેરણા અને માર્ગદર્શન રાજકીય ક્ષેત્રે આપ્યું તે તો ખરેખર ત્યારબાદ આખી સાધુ-સંસ્થા માટે આદર્શ પ્રેરક તત્વ છે.
રાજા સિદ્ધરાજને ધર્મચર્યા સાંભળવાને ઘણો શોખ હતો. એક વખત તેણે સભામાં પ્રશ્ન કર્યો કે “ક ધર્મ સંસારમાં મુક્તિ અપાવનારો છે?”
તેના ઉત્તરમાં મચંદ્રાચાર્યે સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ સંજીવની ન્યાય જણાવી આપો :
तिरो धीयत दर्भाधैर्यथा दिव्यं तदो'षधं ।
तथाऽ मुस्मिन् युगे सत्यो, धर्मो धर्मान्तरनृप । परं समग्र धर्माणां, सेवनात् कस्यचित् क्वचित् । जायते शुद्ध-धर्माप्ति दर्भच्छनौषधाप्तिवत् ॥
-હે રાજન ! જેમ ઘાસ-ડાંખળા વગેરે મળી જવાથી દિવ્ય ઔષધિની પિછાન થતી નથી, તેમ આ યુગમાં સગવડિયા ધર્મો વધી જતાં સત્યધર્મ સમજાતું નથી. પણ બધા ધર્મોની ઉપાસના કરતા કરતા શુદ્ધ ધર્મ મળી આવે છે. જેમ દર્ભો વ.માં મળેલી દિવ્ય ઔષધિ પુરુષાર્થ કરતાં કરતાં મળી આવે છે.
ધર્મ ગણું માટે નિષ્પક્ષપાત ભાવ પ્રગટ થયેલો જોઈને સિદ્ધરાજ રાજ ખૂબ પ્રસન્ન થયો. તેની તે દિવસથી આચાર્ય ઉપર ભક્તિ વધી ગઈ અને તેણે સિદ્ધ હેમ વ્યાકરણ ૧. કેટલાક ગ્રંથ આચાર્ય પાસે લખાવ્યા.
- આ બધું હોવા છતાં આચાર્યને સિદ્ધરાજના બે દોષો ખૂચતા હતા. (૧) પરસ્ત્રીગમન (૨) શિકાર. તે બન્ને દેશે છોડાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com