________________
૧૫૬
શ્રી. શ્રોફ : “ગુણરૂપે ગણીએ તે સાધુતા જેનામાં હોય તે ભાઈ-બહેન બધા સાધુસાધ્વી ગણાય. પણ સાધુસંસ્થામાં વ્યવસ્થિત રીતે ભળેલાં સાધુસાધ્વીઓની જવાબદારી સહુથી વધારે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને એમણે આજના યુગનું નૈતિક જનસંગઠનનું કામ કરવું જ રહ્યું. પ્રેરણ, ઉપદેશ, આદેશ કે પ્રત્યક્ષ ક્રિયાશીલ થઈને પણ તે કાર્ય સમયસર પાર પાડવું રહ્યું.
શ્રી. ચંચળબેને પોતાના ગામડાંના અનુભવ વર્ણવતાં કહ્યું : “અમારે ત્યાં ભાગવત સપ્તાહમાં કળી બહેને આવવા ઈચ્છતી હતી. અમે તેમને પ્રેર્યા કે પૈસા વગેરે આપવાની જરૂર નથી, સ્નાન કરીને આવતા જાવ ! બહેને આવતી થઈ. તેમને માળાઓ આપી જે ફેરવતી થઈ. સાથે જ બ્રહ્મચર્ય, ઉપવાસ, જૂઠું ન બોલવું વગેરે નિયમે પણ આચરતી હતી. એટલે જે આવા લોકોને પ્રેરાય અને તેમાં પણ સાધુસાધ્વીઓ એમની વચ્ચે જઈને પ્રેરે તે કેવું જમ્બર કાર્ય થાય તે આપણું સામે બેઠેલા સાધુઓ પિતે પ્રમાણ પૂરું પાડે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com