________________
૧પ૪
પણ, આજે ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી લોકશાહી અને લોકસંગઠન બે મહત્વનાં તર બની ચૂક્યાં છે. ગાંધીજીએ પણ રાયસંસ્થાને શુદ્ધ બનાવી અને લેકસેવક સંસ્થાના સંયોગો ઊભા કર્યા તેથી સર્વસેવાસંધ બને. પણ તેને પ્રભાવ કેગ્રેસ કે સરકાર બેમાંથી કોઈ ઉપર નથી. લોકશાહી જમાનામાં લોકસંગઠનના બળ વિના લોકસેવક સંસ્થાને પ્રભાવ ન પડે તે દેખીતું છે. તેવી જ રીતે કેગ્રેસ સંચાલિત શાસન હોવા છતાં કોંગ્રેસને પ્રભાવ રાજ્ય કે સરકાર બને ઉપર નથી. એથી કોંગ્રેસને પણ લોકસંગઠનનાં પીઠ બળથી સબળ કરવી જોઇશે. મજૂર મહાજન બાપુના હાથે રચાયું ખરું અને એક અંશે શ્રમજીવીઓના પ્રતિનિધિ મંડળ રૂપે ચાલે છે ખરું; પણ તેને રચનાત્મક કાર્યકરેનું નૈતિક સંચાલન સંસ્થા તરીકે મળ્યું નથી. તેમજ તેને કોંગ્રેસ સાથે બંધારણીય રીતે પૂરક સંબંધ એટલે કોંગ્રેસના પ્રેરક તરીકે રચનાત્મક કાર્યકરોને સંધ નથી તેમજ પૂરક તરીકે મજૂર મહાજન સંધ નથી. આવી શક્તિ વગરની કોંગ્રેસ-(રાજ્ય સંસ્થા) ઉપર સામાજિક કાયેની જવાબદારી થાપવી એટલે તે તૂટી જ પડે. તેના બદલે લોકસંગઠનને તેનાં પૂરક બનાવીએ તો તે રાજકીય ક્ષેત્ર સરખું સંભાળી શકે અને સામાજિક ક્ષેત્રે નૈતિક સંગઠનને હાથે આવે તે સુંદર કાર્ય થાય. ગાંધીજીએ ગામડાં અને ખેડૂતેજ કેંગ્રેસ છે.” એમ કહ્યું છે એટલે આપણું નૈતિક ગ્રામસંગઠન, માતસમાજે, નૈતિક શ્રમજીવી સંગઠનની ગામડાં અને ગ્રામપૂરક શહેરની વાત આગળ વધતી જશે તેમ તેમ કોંગ્રેસી આગેવાને, સર્વસેવાસંધ બધા દેડતા આવશે. સાધુ સંસ્થા પણ એ દિશામાં કાર્ય કરવા ત્યારે આગળ આવશે.
શ્રી. પૂંજાભાઈ: “ભગવાન ઋષભદેવે અસિ, મસિ અને કૃષિનાં ત્રણ સૂત્રે આપી મોટી સામાજિક ક્રાંતિ કરી હતી. તીર્થકરોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com