________________
૧૫૨
સામાજિક આર્થિક ક્ષેત્રે રાજ્યની ડખલગીરી બંધ થઈ શકે. સાથે રાજ્યસંસ્થા ઉપર લોકસંગઠનોને અંકુશ આવી શકે. આ કાર્ય કરવાની સાથે સાથે ચારેય સંસ્થાના અનુબંધની દષ્ટિએ કામ કરવું પડશે.
જ્યાં અનુબંધ તૂટયાં હશે–બગડ્યાં હશે ત્યાં સાંધવા-સુધારવા પડશે. તે માટે પ્રાણુ, પ્રતિષ્ઠા, શિષ્ય, અનુયાયી, ઉપાશ્રયાદિના પરિગ્રહ કે સુખસગવડને મોહ ત્યાગી સમાજશુદ્ધિ માટે તપ-ત્યાગ કરવા ઝંપલાવવું પડશે. આ કાર્ય એકલ-દોકલ વ્યકિતથી થઈ શકે તેમ નથી ત્યારે . આવાં પ્રેરક-પૂરક સંગઠનો દ્વારા રાજ્યને અંકુશમાં લાવી શકાશે. આજના મોટા ભાગનાં અનિષ્ટો માટે સમાજ અને રાજ્યની પરિસ્થિતિ અને સમાજની હાલત જવાબદાર હોય છે એ સમજી લેવું જોઈએ.
આ રીતે સામાજિક ક્ષેત્રે સાધુવર્ગ દ્વારા કાર્ય કરવાથી સમાજની પરિસ્થિતિ વહેલી તકે સુધરી શકશે. આ બધાં કાર્યો એ જ કરી શકે જે દ્રવ્ય-ક્ષેત્ર કાળ, ભાવના પ્રતિબંધોથી રહિત છે; છતાં સાર્વત્રિક લોકસંપર્ક કરી શકે છે, તેવા ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ કરી શકે. લોકસેવકોની પિતાની મર્યાદા છે એટલે સાધુ સંસ્થાએ સામાજિક ક્ષેત્રે આ રીતે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવી જોઈએ. નહીંતર તેનું ભાવિ જોખમમાં છે.
સની
ચર્ચા-વિચારણા સામજિક દરવણી
પૂ. દંડી સ્વામીએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “અખઋષિ મંડળના પ્રમુખ વશિષ્ઠજી હતા. પ્રજાનિયુક્ત રાજા રામ અને તેમણે મળીને ય ચલાવ્યું. આમ ઋષિમંડળ રાજ્યનું પ્રેરક રહ્યું તેમાં વિશિષ્ઠજીને સન્યાસી કહેવામાં આવ્યા છે એ રીતે સાધુ સંસ્થા ભૂતકાળથી રાજ્યને અને તેના વડે લોકોને સામાજિક દરવણ આપતી રહી છે. એમાં ભરતી-ઓટ આવી હશે. આજે તે સામાજિક, રાજકીય અને સરદાયગત ધાર્મિક એ ત્રણેને સાંકળીને સાધુઓએ ઘણું મોટું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com