________________
૧૫૧
ઉદાસીનતા સેવી; તેથી સત્તા અને ધન વાળો વર્ગ દરેક ઠેકાણે ટેકો મેળવતે વધવા લાગે.
એટલે આજે સાધુ સંસ્થાએ નવાં જ્ઞાતિમંડળો ઊભાં કરવાની જરૂર નથી તેમજ આજે સંદર્ભ પણ બદલાયો છે. રાજાશાહીના બદલે લોકશાહી આવી ગઈ છે. સાથે જ પોતાની સાંપ્રદાયિક પરંપરા પ્રમાણે ઉપદેશ આપવાથી જ ક્રાંતિ થઈ શકશે એમ માનવું ભૂલભરેલું છે. તેવી જ રીતે નૈતિક સંગઠને ઊભા કરવા અંગે ઉપેક્ષા સેવવી પણ ખતરનાક છે. એકલ દોકલ વ્યક્તિની વાત બાજુએ મૂકીએ પણ આખા સમાજમાં પરિસ્થિતિ–પરિવર્તન કરાવવાનું કામ પૂરક–પ્રેરક સંગઠને વગર નહી થાય. ભૂતકાળનાં સંગઠનમાં મુખ્યત્વે વ્યક્તિગત સાધનાને વિચાર કરવામાં આવ્યો હતો, પણ આજે સામુદાયિક સાધનાનો વિચાર કર્યા સિવાય પરિસ્થિતિ–પરિવર્તન ન થઈ શકે.
આજના યુગે ગાંધીજીએ રચનાત્મક કાર્યકરો રૂપી નવા બ્રાહ્મણે તૈયાર કર્યા. તેમનાં જુદાં જુદાં સંગઠને ઊભાં કરીને વ્રતબલ્ય કરીને ઘડતર કર્યું છે. મજૂરો અને મહાજનનું મજૂર મહાજન રૂપે વૈશ્ય, શુદ્ર સંગઠન ઊભું કર્યું. અને આ બધાંની સાથે તે વખતની રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) રૂપી રાજ્યસંગઠનમાં નવું પ્રાણસિંચન કર્યું.
માને આ નામ મતિ એ મરના સીલ ો” આવા સૂત્ર દ્વારા ક્ષાત્રત પ્રગટ કરી, લાઠી, ગાળી, જેલની યાતનાઓ સહર્ષ સહેવાની અહિંસક વીરતાના ગુણે ઊમેરી, સત્યાગ્રહ દ્વારા અન્યાયની સામે અહિંસક પ્રતિકારની લડત શીખવી નવા ક્ષત્રિયો ઊભા કર્યા.
ગાંધીજીના મગજમાં ગામડાના લોકોનાં નૈતિક સંગઠનેની વાત ચાલતી હોવી જોઈએ કારણ કે તેમણે કહેલુંઃ “વિકસાન હી હૈ પણ એનું લોકસંગઠન કરી શકે તે પહેલાં તેમને જવું પડ્યું. એટલે આજે સામાજિક ક્ષેત્રમાં પ્રવેશેલા અનિષ્ટ દૂર કરવા માટે સાધુસંસ્થાએ નૈતિક લોકસંગઠને અને લોકસેવક-સંગઠનો ઊભાં કરવાં પડશે. એના વડે રાજ્યસંગઠનની શુદ્ધિ-પુષ્ટિ કરવી પડશે. જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com