________________
૧૫૦
ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘમાં સ્ત્રી-પુરુષ બન્નેને સમાન હકક આપ્યા હતા. એ ચારેયને અનુબંધ હતો એટલે સાધુની ભૂલ શ્રાવક બતાવી શકે અને શ્રાવકની ભૂલ સાધુ. તેમના સંઘમાં દાખલ થનારા બધાયે વગના અને વર્ણના હતા. તેમણે તે ગુણપૂજક સમાજની રચના કરી હતી. એક પ્રસિદ્ધ સમાજશાસ્ત્રીનું કહેવું છે કે “જે સમાજમાં ચારિત્ર્ય અને ગુણો સભર હોય તે સ્વસ્થ અને પ્રેરક સમાજ છે.” ભગવાન મહાવીરની જેમ ત્યારબાદના આચાર્યોએ પણ બધી કોમ અને વર્ણના લોકોને નવાં જ્ઞાતિ સંગઠનમાં લીધા હતા. એનાં પ્રમાણ રૂપે આજે પણ ઓસવાલોમાં રાઠોડ, પરમાર વ. ક્ષત્રિય ગાત્રા, શેઠિયા વ. વૈશ્ય ગોત્રો અને ચંડાલિયા, ઢેઢિયા, ચામડિયા વ. શૂદ્ર ગોત્રો છે. અને એ જ્ઞાતિ સંગઠનને પાયે માનવના સામાજિક જીવનનાં નવાં મૂલ્યોને ગુણોને હતો. આમ આ ગુણપૂજક સમાજ તે રચાતો હતો. સાથે જ જે વહેં–કામો એ પિતાનાં ગુણે ખેયાં હતાં તેમને એ આવાહન કરતે કે “તમારે ટકવું હોય તે ગુણોને ધારણ કરે!” આમ એક ક્રિયામાં સમાજસુધારણની બેવડી પ્રક્રિયા થતી. અને આ બધાં સામાજિક ક્ષેત્રોનાં કાર્યો ઘડાયેલી સાધુ–સંસ્થાની આંતરણું અને સ્પષ્ટ માર્ગદર્શન, આદેશ અને અંત સુધીની નૈતિક ધાર્મિક ચેકીને કારણે થયું. તેથી સાધુ સંસ્થાની સામાજિક ક્ષેત્રે ઉપયોગિતા જળવાઈ રહે છે અને તે માનવસમાજની પૂજ્ય બની શકી છે. હવેના યુગે શું કરવું જોઈએ?
જે જ્ઞાતિ સંગઠને ગુણોની વૃદ્ધિ અને સામાજિક મૂલ્યોને સ્થાપવાં માટે થયાં હતાં. તેમાં પણ ધીમે ધીમે નાત-જાતના ભેદ પ્રવેશી ગયા. આભડછેટ પેદા થઈ ઊંચનીચતાના ભાવો આવ્યા અને સાધુસમાજની કંઈક અંશે બેદરકારી તેમજ શિથિલતાના કારણે, રાજાઓ અને ધનિક વગે પ્રતિષ્ઠા પામત થઈ ગયો. સાધુસંસ્થા પણ આડકતરી રીતે તેને પ્રતિષ્ઠા આપતી થઈ. દા. ત. મંદિરમાં ઘીની બોલી પાછળ પૈસાપાત્રને પ્રતિષ્ઠા અપાય જ છે. આવા વર્ગોની ભૂલે-અનિષ્ટો પ્રત્યે સાધુવગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com