________________
૧૮
કૃષિ, વાણિજ્ય અને ગૌરક્ષા એ વૈશ્યાનાં કર્મો હતાં અને બધાની સેવાનાં કર્મો શુદ્રો માટે હતાં. આમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બે પ્રેરક હતા અને વૈશ્ય અને શુદ્ર બે પૂરક હતા.
પણ જ્યારે બ્રાહ્મણએ પ્રેર૫ણું ખોયું અને ક્ષત્રિય પણ અત્યાચારે કરવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ જાતે પ્રેરક બની કાર્ય શરૂ કર્યું. વ્રજના ગોવાળિયા અને વ્રજનારીઓને તૈયાર કરી અને તેમનામાં ઘડતર કરી નેતિક શકિત ભરી. ગપસંગઠને વડે ગો-પાલનનું અહિંસાનું કામ થયું. તેની અસર ક્ષત્રિયો ઉપર પડી. પાંડવો જેવા ક્ષત્રિયો અને કેટલાક યાદ ચેત્યા અને જવાબદાર બન્યા. આમ શ્રી કૃષ્ણને પ્રેરણું આપનાર અને બીજા રાજાઓને બોધ પમાડનાર તરીકે અરિષ્ટનેમિના સાધુ-શ્રાવક વર્ગને સંપર્ક અને પ્રેરણા હોવી જોઈએ, તે ઉપરાંત શ્રી કૃષ્ણ, અને બીજા રાજા નેમિનાથજી પાસે જતા, એવો ઉલ્લેખ જૈન સુત્રામાં મળે છે.
ભગવાન પાર્શ્વનાથના યુગમાં પણ નાગતિનાં સંગઠને વડે પૂરક લોકશકિત જાગૃત થઈ પણ પછી ધીમે ધીમે એમાં ઓટ આવતી ગઈ અને પરિણામે નારી જાતિ અને શુદ્ધોને હડધૂત કરવામાં આવ્યા. તેમના જ્ઞાન-મુકિતના અધિકાર છીનવી લેવામાં આવ્યા.
ભગવાન મહાવીરે સ્ત્રી અને શુદ્રો ઉપર થતાં અનર્થો જોયા અને વર્ણવ્યવસ્થાને નામે ઉંચ નીચના ભાવેને પોષાતા જોયા. એટલે એમણે સમગ્ર સમાજને સંબોધતા કહ્યું –
तुम सि नाम तं चेव जं चेव हंतव्यं त्ति मन्नसि । तुम सि नाम तं चैव जं चेव परिचेतन्वं ति मन्नसि ॥ तुमं सि नाम तं चेव जं चेव अज्जावेयन्वं त्ति मन्नसि । तुमं सि नाम तं चेव जं चेव उद्वेयन्वं ति मन्नसि ॥
– આચારાંગ સત્ર તમેજ તે છે કે, જેઓને મારવા, વધ કરવા કે પીડા આપવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com