________________
૧૪૬
કરતા હતા. પણ લોકસંગઠન (પૂરક બળો) વ્યવસ્થિત ન હતા. એટલે જ તપ કરનાર શુદ્રકને મારવાની ઉલટી પ્રેરણું બ્રાહ્મણએ ક્ષત્રિઓને આપી હતી. બેબી જેવાની વાત ઉપર ભગવાન રામ જ્યારે સીતાને વનવાસ આપવા તૈયાર થયા ત્યારે એ સતી સાથે થતું અન્યાય લોકો જતા રહ્યા. તે છતાં તે વખતે નારી જાતિનું બહુમાન હતું એટલે અશ્વમેધ યજ્ઞ જેવા ધર્મકાર્ય વખતે સીતાની જરૂર પડી. તુલસીરામાયણમાં કહે છે –
'अब चहिये मिथिलेश कुमारी'
–એટલે કે સ્ત્રીને ગૃહસ્થ જીવન સુંદર બનાવવામાં, બ્રહ્મચર્ય પાલનમાં સહાયક બનાવવામાં મહત્તા આપવામાં આવતી. જો કે પાછળથી તેને ભોગવિલાસની પુતળી અને દાસી કહીને હડધૂત કરવામાં પણ આવી. એટલે રામચંદ્રજીએ નારીને પતિની પૂરક બનાવી તેનાં મૂલ્ય અને અધિકારે સ્પષ્ટ કર્યા.
રામચંદ્રજીએ નારીજાતિના ઉદ્ધારની સાથે તે વખતે પછાત રહેલ વાનર જાતિ, રાક્ષસ જાતિ, આરણ્યક જાતિનાં સારામાં સારાં નર-નારી રત્નને વીણી વીણીને લીધાં અને તેમને પિતાના પૂરક બનાવી ઉદ્ધાર કર્યો હતો. આમ સામાજિક ક્ષેત્રે જનતામાં ન્યાય-નીતિનાં મૂલ્ય ઊભાં થયાં હતાં.
એથી જ કહેવાયું કે:ज्ञानदो ब्राह्मणः प्रोक्तः, त्राणवः क्षत्रियः स्मृतः । प्राणदो हनवो वैश्यः शूद्रः सर्व सहायकः ।। शिक्षको ब्राह्मणः प्रोक्तः; रक्षकः क्षत्रियः स्मृतः । पोषकः पालको वैश्यः धारकः क्षुद्र उच्यते ॥
–સમાજમાં જ્ઞાન શિક્ષણ આપવાનું કામ બ્રાહ્મણ કરતા, રક્ષણનું કામ ક્ષત્રિય, જીવન અને જરૂરી વસ્તુઓ આપી પોષણ વૈશ્યો કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com