________________
૧૪૫
બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ યાદવ જાતિમાં પેઠેલો માંસાહાર અને ખાનતને અસંયમ તેમજ અબ્રસર્યનાં અનિષ્ટ દુર કરવા માટે જાતે (સામાજિક ક્ષેત્રે) આદર્શ રૂ૫ બન્યા. યાદવ જાતિનાં અનિષ્ટ દુર કરવા માટે તેમણે જાતે, સંધ મારફત તેમજ શ્રી કૃષ્ણ મારફત પુરુષાર્થ કર્યો અને કરાવ્યો. તેમણે સમાજની નૈતિક ચેકી કરી અને શ્રી કૃષ્ણ વડે કરાવી પણ ખરી.
અંતગડદશાંગ જૈન સૂત્રમાં વર્ણન આવે છે કે પેલા ઘરડા અને ખખડી ગયેલા ડોસાને શ્રીકૃષ્ણ જાતે એક ઈટ ઉપાડી. બધાને અનુકરણ કરવાનો અને એ બહાને સામાજિક-સોગની પ્રતિષ્ઠા સમજાવી.
તે વખતે ભગવાન નેમિનાથે સમાજ આગળ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો સ્થાપ્યાં અને નારીજાતિની સ્વતંત્રતાને જાહેર કરી. તે સમયમાં એક કુમારિકા આજીવન રહીને બ્રહ્મચર્ય ન જ પાળી શકે. એની મુક્તિ લગ્ન કરવામાં અને પતિ પાછળ જવામાં છે, એમ મનાતું. તેમણે ન પરણીને, રાજમતી ને બ્રહ્મચારિણે રહેવા દઈને બ્રહ્મચર્યનું નવું મૂલ્ય સ્થાપ્યું. પરિણામે અનેક રાજકુમારીઓ, રાણુઓ, યાદવકુમારીઓ ને દીક્ષા તેમજ બ્રહ્મચર્યની પ્રેરણા મળી. એની દલાલી-અનુમોદન શ્રીકૃષ્ણ જાત કરતા એવો જૈનસત્રોમાં ઉલ્લેખ મળે છે.
ત્રીજી મોટી બાબત માંસાહારના પ્રચારની વિરૂદ્ધની તેમણે કરી હતી. મૂક પ્રાણીઓને લગ્નના જમણ માટે મારવામાં આવનાર છે એ જાણીને નેમિનાથ જન સાથે પાછા વળે છે. એથી સમાજમાં માંસાહારને પ્રચાર બહુ જ ઓછો થઈ જાય છે. આને એટલો બધો જબર્દસ્ત પ્રભાવ દ્વારિકા-ગિરનારના પરા ઉપર પડ્યો છે કે આજે પણ ત્યાંના પ્રદેશમાં પશુપાલનને બળ પ્રયાસ છે.
ભગવાન રામના યુગ તરફ જતાં તે કાળે ચાર વર્ણોની વ્યવસ્થા હતી. ઋષિમુનિઓ પ્રેરક હતા. બ્રાહ્મણે શિક્ષણ-સંસ્કારનું પ્રત્યક્ષ કાર્ય
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com