________________
૧૪૩
કે બગડ્યો છે આ બધા પ્રશ્નો સામાજિક ક્ષેત્રના પ્રશ્નોમાં આવી જાય છે. સમાજ હશે તો સમાજના પ્રશ્નને સમસ્યાઓ અને ગૂચે પણ આવશે, એને ઉકેલવા કે ઉકેલાવવાના પ્રયત્ન પણ કરવા પડશે. પ્રશ્નો પ્રમાણે નૈતિક-ધાર્મિક દૃષ્ટિએ ઉપદેશ, પ્રેરણા, કે માર્ગદર્શન અને સમાધાન કરવું પડશે. ક્યાંક આદેશ આપીને અને ક્યાંક જાતે પડીને પણ નીવડે આણવો પડશે. આ બધું કાર્ય સાધુસંસ્થાની સામાજિક ક્ષેત્રે ઉપયોગિતામાં આવી જાય છે.
સાધુસંસ્થાનું નિર્માણ જ માનવસમાજના પ્રશ્નો ઉકેલવા માટે થયું છે ત્યારે તે તેના તરફ ઉદાસીન કે આંખ મીંચામણા કરીને ન બેસી શકે. લોકોને માર્ગદર્શન ન મળે તે તે આખો સમાજ માનવોના નહીં પણ પશુના ટોળાં જેવો બની જશે અને મેકિસકો કે આફ્રિકાના આદિવાસીઓ જેવી તેની સંસ્કાર–ધર્મ—નીતિ વિહેણું અવસ્થા બની જશે. જ્યાં સમજણપૂર્વકનું ઘડતર ન થાય તે અવસ્થા પરા-અવસ્થા છે અને એવા સમૂહને “સમાજ નહીં પણ “સમજ” રૂપે સંસ્કૃતમાં . કહેવામાં આવ્યો છે. સાધુ સંસ્થા અને ભૂતકાળનાં સામાજિક ક્ષેત્રનાં કાર્યો :
હવે ઘડાયેલી જૈન સાધુસંસ્થા દ્વારા સામાજિક ક્ષેત્રમાં થયેલાં કાર્યો અંગે વિચાર કરીએ. સર્વાગી ક્રાંતિકારોના જીવન ઉપરથી જાણી શકાશે કે જેમણે સર્વાગી ક્રાંતિ કરી છે તેમણે નવી સંસ્થાઓ (સંગઠને) સ્થાપી અગર તે તેવી નૈતિક સંસ્થાઓ અગાઉથી ચાલી આવતી હોય તે તેના વડે સમાજમાં મૂલ્ય સ્થાપ્યાં છે; સમાજનું ઘડતર કર્યું છે, સમાજની ચૂકી રાખી છે અને બગડેલાં અનુબંધોને સુધાર્યા અને સાંધ્યા છે.
ભગવાન ઋષભદેવે તે ગૃહસ્થાશ્રમ વખતે જાતે પરમ અવધિજ્ઞાની હેઇને, ક્ષાયિક સમકદષ્ટિ હોવા છતાં અને તીર્થ કર હોવા છતાં વર્ણ
વ્યવસ્થાત્મક સમાજ સ્થાપ્યો છે. તે વખતે સમાજને પ્રેરણા આપવાનું શિક્ષણ-સંસ્કાર, કળાનું કામ, ખેતી–ઉધોગ વેપારનું કામ તેમજ અક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com