________________
૧૪૨
કારણ કે જે માનવસમાજનું ઘડતર થાય છે તે સમષ્ટિ સાથે આપોઆપ અહિંસાદિને વર્તાવ કરી શકશે.
ઘણું એમ કહેશે કે આખા વિશ્વ સુધી તે આજે પહેચાતું નથી એટલે પિત પિતાના ધર્મ, સંપ્રદાય પ્રાંત કે જિલ્લા અથવા દેશ સુધીના માનવસમાજનુ જ શા માટે ન વિચારીએ ! આજે વિજ્ઞાને જગતને બહુ નાનું કરી નાખ્યું છે અને હવે દેશના ભૌગોલિક સીમાડાઓનું મહત્વ રહ્યું નથી. તે ઉપરાંત ભલે પોતાની પાસેના માનવસમાજને આપણે પ્રત્યક્ષમાં જોઈ એ પણ પરીક્ષમાં તો આપણે એક અવ્યક્ત સમાજ સંકળાયેલા જ છીએ. તે તો જાણે-અજાણે સારી પ્રવૃત્તિઓને ટેકો આપે જ છે. ઘણીવાર એક દેશના લોકોને ખબર પણ હેતી નથી તેમ બીજા દેશના લોકોની અણધારી મદદ તેમને તેમના આફત-ટાણે અગર તો અન્યાય–અત્યાચારના નિવારણથે મળે છે. અહીં પૂર કે ધરતીકંપ થાય છે ત્યારે ઘણા દેશો મદદ કરે છે તેમ અન્ય દેશોમાં કુદરતી આફત આવે છે ત્યારે આપણે મદદ મોકલીએ છીએ. એટલે તે વખતે ધર્મ-જ્ઞાતિ કે પ્રાંતના ભેદભાવ ગૌણ બની જાય છે. આજે જગત જે ભયંકર વિનાશની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેમાં અન્ય દેશોને ભારતની નૈતિક-ધાર્મિક મદદની ખાસ જરૂર છે. ભારતે પંચશીલ અને સામુદાયિક અહિંસાના પ્રયોગ વડે એવી મદદ આપી છે. શાંતિ સ્થાપવા આજે પણ ભારતીય જવાને વિદેશની ધરતી ઉપર પ્રાણ આપવા જવા માટે તત્પર થાય છે. મહાત્મા ગાંધીજીએ પણ આફ્રિકાના લોકોમાં નૈતિક શક્તિ જાગૃત કરી હતી. એટલે સમાજના સંદર્ભમાં વિશ્વના માનવસમાજને વિચાર કરવાનું છે. સામાજિક પ્રશ્નો :
તે પ્રમાણે વિશાળ માનવસમાજના દરેક પ્રશ્નો એમાં આવી જાય છે. કુટુંબ, ગ્રામ, નગર, ધર્મ, પથ રાષ્ટ્ર કે જ્ઞાતિના પ્રશ્નો, જન્મ, મરણ, લોન વ.ના પ્રશ્નને; ઝઘડાઓ અન્યાયો અને હિંસાદિ અનિષ્ટ, તેમજ માનવસમાજના કયા પ્રશ્નમાં કયું તત્વ ખૂટે છે. કયા અનુબંધ તૂટે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com