________________
સામાજિક ક્ષેત્રે ઉપયોગિતા [૯] મુનિશ્રી નેમિચંદ્રજી ] [ ર૯––૬૧
આજે સાધુસંસ્થાની સામાજિક ક્ષેત્રે ઉપગિતા અંગે વિચાર કરવાને છે કે તે સમાજને કઈ રીતે અત્યારસુધી ઉપયોગી થઈ શકી હતી અને હવે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા તેણે શું કરવું જોઈએ ? સમાજ એટલે માનવસમાજ :
સામાજિક ક્ષેત્રને વિચાર કરતાં તે શું છે એ પહેલાં વિચારી લઈએ. સમાજને જે અર્થ અહીં ઘટાવવામાં આવ્યો છે તે કોઈ એક ધર્મ, સંપ્રદાય, પય, પક્ષ કે વર્તુળને નહિ પણ વિચારપૂર્વક પ્રગતિ કરવા માટે બનેલા વિશાળ માનવ સમાજને સ્પર્શે છે. આ આખો માનવ સમાજ ભૌગોલિક સીમાઓ પ્રમાણે વહેચાયેલો છે અને તેમાં પણ ધર્મ-પ વડે પણ ફટાયેલો છે. જેમકે જૈનસમાજ બદ્ધસમાજ, હિંદુસમાજ, આર્યસમાજ, પારસી, શીખ સમાજ કે મુસ્લિમ જમાત. આ બધા સમાજે માનવજીવનને કલ્યાણકારી બનાવવા મથતી ધર્મદષ્ટિએ રચાયેલી સુસંસ્થાઓ હોઈ તેને વધારે મહત્વ આપશું; કારણકે વિશાળ માનવજાતિનું ઘડતર એ સુસંસ્થાઓ દ્વારા થયું છે, અને થાય છે.
આખા વિશ્વને પણ વિશાળ સમાજરૂપે લઈ શકાય, પણ તેમાં સામાજિક ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રે આવી જાય છે, તથા સમષ્ટિ સુધીને સમાવેશ થાય છે. તેમાં માનવસમાજને જ લેવામાં આવ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com