________________
૧૩૯
નથી. એને યોગ્ય અને યથાર્થ હાલતમાં મૂકવી પડશે. જે સંસ્થાએ હજારો વર્ષથી જનતાની સેવા બજાવી છે અને જેની આજે જગતને અનિવાર્ય જરૂર છે તે તેને તોડવાને વિચાર આમેય નકામો જવાને છે. તે સાંધવાને પ્રયત્ન કરે એ જ સાચે માર્ગ છે.
પછી કિંગસર્કલ”ની વાત ચાલી. તેમના મનમાં કિંગસર્કલ રસ્તો હતું અને મારા મનમાં “સ્ટેશન” હતું. એટલે મેં કહ્યું કે આમાં પણ તર્કની દષ્ટિએ જોશો તે જણાશે કે મારા દષ્ટિબિંદુએ કીંગ સર્કલ એટલે સ્ટેશન એવું મારું ધ્યાન હોઈને હું સાચે છું. હવે તમારું ધ્યાન રસ્તા અગે છે એટલે જો તમે સ્ટેશન અને રસ્તો બન્નેનાં નામ કિંગસર્કલ છે એ ન જાણે તે મને ખટે ઠરાવવા પ્રયત્ન કરશે.
આમ કેટલીક બાબતો જે તમારા ગળે ન ઊતરે તેવી સંતબાલજી નિમિત્તની અનુબંધ વિચારધારામાં હોય, તો તેને ધીરજ અને શ્રદ્ધાથી તપાસવી જોઈએ. આમ વાત થઈ તે છતાં પણ માનવીના પૂર્વગ્રહે, માન્યતાઓ તૂટતી નથી એટલે સમ્યગદષ્ટિ રાખી પ્રત્યાઘાતો ઝીલી આગળ જવું રહ્યું. જે દષ્ટિ સાફ હશે તો વિરોધ વચ્ચે પણ અણનમ રહી શકાશે. શિબિરનું મૂલ્ય એ દષ્ટિએ ઘણું છે. કેવા સાધુસાધ્વીએ જોઈએ !
બળવંતભાઈ : “ઘણું લેક આક્ષેપ પણ કરે છે અને છતાં સાધુસંસ્થાની ઉપયોગિતા પણ બતાવે છે.”
પૂ. નેમિમુનિ : “એવા લોક સાધુસંસ્થાનું સામાજિક કરણ કરવા માગે છે. દીક્ષા છોડાવી સમાજમાં ઓતપ્રત કરવા માગે છે.”
બળવંતભાઈ: “દીક્ષા લઈને છોડાવવી એ તો યથાર્થ નથી!”
પૂ. નેમિમુનિ : “એટલું જ નહી, ઉતાવળે વેશ લીધે કે દેવડાવ્યો હોય તે તજે પણ ભૂલને એકરાર કરવાને બદલે તેને જ ક્રાંતિમાં ખતવે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com