________________
૧૫૩
કરવાનું છે. એરામાં બેસીને પટેલાઈ નહીં, પણ નિર્લેપ રહી, દરેક બાબતોમાં ધર્મને પુટ આપવાનું કામ કરવું પડશે. જેઓ સમર્થ નહેય; તે સમર્થ સાથે જોડાઈ જાય, પણ આ કાર્યને અનુરૂપ કંઈક ને કંઈક યથાશક્તિ કરી છૂટવાની જરૂર છે.
ભ. બુદ્ધ, શંકરાચાર્ય અને સમર્થ રામદાસ સન્યાસી હતા. છતાં તેમણે વધુમાં વધુ કાર્ય કર્યું છે. ઉપનિષદમાં “કુવનેવે કર્માણિ જીજીવિષેચ્છતું શમા એટલે કે મૃત્યુ પર્યત કામ કરવાનું કહ્યું છે. ગીતાના ૪-૫-૬ અને ૧૮માં અધ્યાયમાં પણ કહ્યું છે. એટલે શાસ્ત્ર સંમતિ તે છે તેમાં યુગની માંગ છે. જે એમ નહીં થાય તે પસ્તાવાનો વખત આવશે.” લેસંગઠન એ સામાજિક કાર્ય છે :
શ્રી. દેવજીભાઈ: “મારા નમ્ર મતે તે અનુબંધના ચાર સંગઠનોમાં લોકસંગઠન વધારે મહત્વનું છે. આ લોક્સંગઠન નૈતિક બને તે માટે દરેક સાધુ-સાધ્વીએ ટેકો આપવો જોઈએ. નહાય ત્યાં તેને ઊભું કરવું જોઈએ. અગાઉ કદાચ તેની જરૂર ન પડી હોય પણ, આજે તેની અનિવાર્ય જરૂર પડી છે.
રામયુગે ઋષિમુનિઓ હતા; પણ લોકસંગઠન નૈતિક નહતું એટલે સીતાને વનવાસ જવો પડ્યો. કૃષ્ણુયુગમાં તે બ્રાહ્મણ રાજ્યની એટલી આશ્રિત બની ગઈ કે સમર્થ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પણ નારીનું અપમાન સગી આંખે જોતા રહ્યા. ભગવાન કૃષ્ણ જરૂર રાજ્ય સંસ્થાને ન્યાય નીતિના પંથે દોરી. ભગવાન મહાવીરે અને બુદ્ધ પણ ગુણપ્રધાન સમાજ રચીને આદર્શ સ્થાપે તે છતાંયે નૈતિક લોકસંગઠન નીચલા વર્ગોનું ન થઈ શકયું. પરિણામે લોકસંગઠન ઉપર જેટલું ધ્યાન અપાવું જોઈએ તે ન અપાયું. જો કે આ બધે કાળ અને ત્યાર પછી અત્યાર સુધી રાજાશાહીને એટલે રાજ્ય સ્થાને પ્રેરણા આમતાં સામાજિક ક્ષેત્રે કાર્ય થઈ શકે એમ પણ મનાતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com