________________
૧૫૫
બનાવેલા ચતુર્વિધ સંઘે, એ જનતાને નજર સમક્ષ રાખી વિકસિત ગુણપ્રધાન સમાજે હતા. નાના છની રક્ષા કરો અને માનવને ભૂલી જવાનું તેમણે નહેતું કહ્યું. ખેર થયું જે થયું પણ બે સાધુસંસ્થા આગળ સામાજિક ક્ષેત્રનું મોટું કાર્ય પડ્યું છે. નિરામિષાહારી જગત બનાવવું કે આદિવાસી જેવા પછાત વર્ગોને આગળ લાવવા, આવાં અનેક કામ સાધુસંસ્થા વગર કોઈ પાર પાડી શકે તેમ નથી. આજે સાધુસંસ્થા ક્રાંતિનું કામ ઉપાડે તે ઘણું તેમની પાછળ ભોગ આપવા તૈયાર થઈ શકે છે. ગાંધીજીની હયાતીમાં જાગવું જોઈતું હતું પણ ઉંધ ન ઊડી. વૈદિક ધર્મના સન્યાસીઓ–મઠાધીશોએ તે ધર્મકલ્યાણ માટે મળેલી મી-મિલ્કત અંગત ખાતે કરી, કોટે ચઢીને પણ જે કરી. ચાલો હવે પણ ઝટ જાગે તે સાધુસંસ્થા જે કરી શકશે તે બીજુ કોઈ નહીં કરી શકે.”
શ્રી. બલવંતભાઈ: “જે સાધુસાધ્વી પિતાના સંપ્રદાય પૂરત જ સમાજને ગણશે તે તે સાધુસસ્થાને જોખમમાં મૂકી દેશે. ખાસ કરીને જૈન ધર્મ તે સમષ્ટને ધર્મ છે પછી તે કોઈને પારકો કેમ માની શકે. જે તેમના વાડાની ચોમેર ગંદકી ફેલાશે તો એનાથી એ લોકો કઈ રીતે બચી શકશે !
વર્ણવ્યવસ્થા તો લગભગ અસ્ત પામવા આવી છે. બ્રાહ્મણે, રસોઈયા-સુખડિયા બન્યા છે. તેવી જ રીતે ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો નેકરિયાત બન્યા છે. એટલે હવે તે જ્ઞાતિ વર્ણને છોડી નૈતિક લોકસેવક સંગઠન અને નિતિક સંગઠનના અંગભૂત ગ્રામસંગઠન સિવાય સાચી સમાજરચના અશક્ય છે. એટલે સામાજિક ક્ષેત્રે સાધુસંસ્થાએ આ કાર્ય ઉપાડી પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવી રહી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com