________________
૧૪૪
જ્ઞાન આપવાનું કાર્ય તેમણે જાતે કર્યું હતું. આ બધા સામાજિક કાર્યો હતાં અને સમાજ હિતનાં હતાં એમ બતાવતાં જબુદીપ પ્રજ્ઞપ્તિમાં અંતમાં કહેવામાં આવ્યું છે –
“પાદિયાણ વિસ' – પ્રજાના (માનવ જાતિના) હિત માટે આ બધું ઉપદેશે છે; બતાવે છે, શીખવે છે.
ઘણું એમ કહેશે કે ભગવાને તે ગૃહસ્થાશ્રમમાં બધું કર્યું હતું. સાધુ અવસ્થાને આની સાથે શું લાગે વળગે ? એને ઉત્તર ભગવાનના સંયમ કાળમાંથી મળી આવે છે કે માનવ સમાજ સરળતાથી ચાલે અને ધર્મ તેમજ નીતિના સંસ્કારોથી સીંચા રહે તે માટે તેમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. એટલું જ નહીં પિતાના યેષ્ટ પુત્ર ભરત અને ૮૮ ભાઈઓના ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. ભરતને રાજપાટ ચલાવતા જે અનાસકિત થઈ તેમાં પ્રેરક ભગવાન રાષભદેવ જ હતા. બાહુબલિમુનીની સાધનાને એકાંગી અને વ્યકિતગત ન બનવા દેવા માટે તેમણે જ બ્રાહ્મી અને સુંદરીને મોકલી હતી. તેમણે જનસંગઠનમાં ધર્મના સંસ્કાર અને નૈતિક પ્રેરણા આપનાર બ્રાહ્મણ વર્ગને તૈયાર કર્યો અને રાજ્ય સંસ્થા તથા લોક સંગઠન જે પૂર્વે રચેલ હતાં તેને દાન-દયા વગેરે ગુણોની પ્રેરણા આપી હતી. ઘડતર પામેલ સમાજની ઉન્નત દશા માટે તેમણે સન્યાસને માર્ગ બતાવ્યો હતો. સમાજ ઘડાઈ ગયેલો હેઈને તેને બહુ ઓછું કહેવાની જરૂર હતી એટલે એ વિનીત (શ્રધ્ધાળુ) અને સરળ સમાજ પણ હતું. આમ આદિ માનવસમાજના સર્વાગી વિકાસને માર્ગ તેમણે સાધુ અવસ્થામાં આવી લોકોને પ્રરૂ.
ભગવાન ઋષભદેવ પછીના તીર્થકરોએ જ્યારે જ્યારે જુની વ્યવસ્થાનાં મૂલ્યો ભૂલાતાં જયાં ત્યારે તેમણે તેને સુધારી અને ફરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ અને નીતિનાં સમાજ જીવનમાં ઉડું સ્થાન અપાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com