________________
૧૩૮
આંધળે પક્ષપાત મારાથી થતું નથી; કારણ કે તેઓ સાધુતાથી દૂર જતા હોય તે કહેવું જ પડે!”
દેવજીભાઈ : જેમાં પણ સડે નથી તેમ નથી. ઘણા શ્રાવક-શ્રાવિકા સાધુ-સાધ્વીની ખુશામત કરે તેમ સાધુસાધ્વીઓ પણ તેમની શેહમાં તણાતા હોય છે.
પૂ. નેમિમુનિ : “ભૂતકાળથી તે જૈન સાધુસંસ્થા ઘડાતી આવી છે તે છતાં તેમાં પણ સાંપ્રદાયિક્તા, રૂઢિચુસ્તતા વ. દુષણે પેઠાં છે. એટલે જ પૂ. સંતબાલજી “કાંતિપ્રિય” વિશેષણ વાપરે છે. આ સાધુ શિબિર પણ એમાંથી માર્ગ કાઢવા માટે જ છે..
પૂજાભાઈ: કેટલાંક સાધુ-સાધ્વીએ પિતાની આજની હાલતથી કંટાળી ગયા હોય છે પણ ઉપર ઊઠવા માટે પ્રયાસ કરવામાં ગભરાતા હશે. તેમને નીચે ઉતારવામાં ગૃહસ્થ ભાઈબહેનને પણ ઓછો ફાળો નથી. જેમ લાંચિયા અમલદારો બનાવવામાં લોકોનેય ફાળે છે જ.”
શુદ્ધિ પ્રાગના વખતે એક સાધુ આવેલા. મેડા ઉપર ઉતર્યા હતા. ભજનના કાર્યક્રમ હેઈને ઘણા લોકો ભેગા થયા હતા. ભજનને થોડી વાર હતી કે કોઈકે કહ્યું : “આ દર્શન કરવાં હોય તો.” અને કતાર જામી તે માટે સ્વયંસેવકો રોકવા પડ્યા. અવ્યવસ્થા થઈને જે પંદર મિનીટ રાહ જોવાત કે મહારાજ નીચે આવત તે નિવારી શકાત. પણ, પેલા ભાઈને સાધુ નિમિત્તે ભાવ પૂછાય એટલે તેણે એવું કર્યું. આમ અંધશ્રદ્ધા અને કંઈક અંશે પિતાને પાંચ પૂછે તે માટે પણ કેટલાક લોકો સાધુઓને ચડાવી મારે છે.
દેવજીભાઈ : મેં હમણાં જ એક પત્રકાર ભાઈને કહ્યું હતું કે એકબાજુ પૂજાભાઈએ કહ્યું તે શ્રદ્ધાળુ વર્ગને છેડે છે અને બીજી બાજુ એ છેડ છે જે સાધુવને તદ્દન ચાહતો નથી. એટલે જ મુનિશ્રી સંતબાલજી કહે છે કે “સાધુસંસ્થા આને આ હાલતમાં જોઈએ; તે તે પણ બરાબર નથી. તેમજ ન જોઈએ તે પણ બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com