________________
૧૩૬
પણ પાછા ફરનાર તીર્થક કે હાજી નૈતિક જીવનના આદર્શ બનીને પાછા વળતા જનારની યોગ્યતા છે કે તેણે કુટુંબ અને સમાજની સેવા કરી હોય, માથે દેવું ન હોય ! જતાં પહેલાં સાદ પડાવેઃ “કોઈ માંગતું હોય તે આવીને લઈ જાય !” આમ સમાજમાં ધર્મભાવના ફેલાવવામાં સાધુઓને અજબ ફાળો હતો. એટલું જ નહીં સમગ્ર દેશમાં ફરવાથી લોકોના રીતરિવાજો, ખાન-પાન, સામાજિક સ્થિતિ તેમજ ભુગોળ સમજાય. પિતાના ઘર-નગરનાં સ્વાર્થ અને મોહ ઓછો થાય.
પણ, આજે તેમાં વિકૃતિ આવી ગઈ છે. બબે જણ હજ કરવા જાય તેની પાછળ સસ્તુ સોનું લાવવાની ગેરરીતિ ચલાવવામાં આવે છે. ક્યાં ત્યાગ અને નીતિ નિમિતે તીર્થયાત્રા અને જ્યાં સ્વાર્થ અને અનીતિ માટે તેને થતો ઉપયોગ! જૂના જમાનામાં કેવળ ચારધામની યાત્રા જ નહીં પણ રેજિંદાના જીવનમાં પણ ધર્મ ઉતરે તે માટે ગામને પાદર મંદિર બંધાયાં, નદી કિનારે તીર્થો વધ્યાં. નગારૂં વાગે કે કાન ચમકે કે ચાલો મંદિરે જઈએ. ત્યાં સંત પૂજારીઓ પાસે પ્રેરક ધર્મસ્થાઓ સાંભળી સંસ્કાર, સુધરે; કલેશકંકાસ ઓછો થાય અને મન સ્વસ્થ થાય. આમે તે જમાનામાં સાધુસંસ્થાએ અત્યુત્તમ કામ કર્યું છે.
આજે તેમાં બગાડ થયો છે પણ સાધુસંસ્થા વિના કોણ બીજો રાહબર બનશે ? કારણ કે સૈ પિતપોતાનાં ધંધાના કાર્યોમાં મશગુલ છે. એટલે સાધુસંસ્થાની અનિવાર્ય અગત્યતા તો છે જ. માત્ર આ યુગે ઉપયોગી જલદી બને તે રીતે એને પ્રેરવાની જરૂર છે. આજે સાચા સાધુઓ ઓછા છેઃ
શ્રી. બળવંતભાઈએ ગાંધીજીનું ઉદ્ધરણ ટાંકીને જણાવ્યું કે આજે સાચા સાધુઓ નામના છે. તેમાં પણ ઘડાયેલા અને પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહને હોમનારા ઘણું ઓછા છે. પ્રાચીનકાળમાં સત્ય, અહિંસાને પ્રચાર કરવામાં સાધુસંસ્થાનો ફાળો હત; પણ આજે શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com