________________
૧૩૪
બનીને રહેતા, કે એની જ પ્રવૃત્તિઓ કરતાં કે પિટિયું સૂત્ર વાંચન કરી જતાં, કામ નહીં ચાલે.
તે માટે તે આખા સમાજ સાથે, બધાયે ક્ષેત્રે સાથે બધાયે લોકોને સાર્વત્રિક સંપર્ક સાધવો પડશે. અનુબંધચતુષ્ટયની દૃષ્ટિએ પાદવિહાર ભિક્ષાચરી અને પાત્ર, યોગ્યતા જોઈને તે પ્રમાણે પ્રેરણા, ઉપદેશ આદેશ કે માર્ગદર્શન આપવું પડશે. ક્યાંયે ધર્મસંસ્કૃતિની રક્ષાનું કામ જાતે [ પિતાની મર્યાદિત જવાબદારીમાંથી લોકસેવક કે લોકો છટકી જશે. રાજ્ય પણ ચૂકતું હશે તે તેવે વખતે ] ત્યાગ, તપ, બલિદાન દ્વારા કરવાનું રહેશે.
એક વખત બગડેલી કે તૂટેલી અનુબંધની કડીઓ જોડવા માટે સાધુસંસ્થાએ ઊંડા ઊતરીને ભગીરથ પુરૂષાર્થ કરવો પડશે પણ પછી તે ધીમે ધીમે જેમ જેમ લોકો ઘડાતા જશે તેમ તેમ કોઈ વખત માત્ર પ્રેરણાથી કે ઉપદેશથી અને અંતે માત્ર મૌન નિર્દેશથી પણ ઘડાયેલી જનતા પ્રેરણા ઝીલી લેશે એવી જ રીતે સમાજના પાછળ રહી ગયેલા વર્ગો, નારીજાતિ વેશ્યાઓ, શ્રમજીવીઓ, આદિવાસીઓ વ. છે તેમનામાં રહેલાં વ્યસને વ. હુંફ આપીને છોડાવી તેમને નીતિમાગે સંગઠિત રીતે પ્રેરવા પડશે. તેમના દ્વારા તપ-ત્યાગ વડે સમાજશુદ્ધિનું મોટું કામ ભવિષ્યમાં લઈ શકાશે. વ્યાપક ધર્મ બધા માનો માટે છે એટલે સાધુસંસ્થાએ માનવનાં દરેક ક્ષેત્રે ધર્મદષ્ટિએ માર્ગદર્શન આપવું જોઈશે. આમ કરવાથી ધાર્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા સિદ્ધ થઈ શકે છે.
ચર્ચા-વિચારણું ચકખી દ્રષ્ટિ અને શુદ્ધ-ક્રાંતિ
- શ્રી દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સ્વગીય પૂજ્ય જવાહરલાલજી મ. સા. ના વ્યાખ્યાનમાં સંઘશક્તિનું વર્ણન છે. સાચી સંધશકિત ગ્રામ, નગર તે શું દેશ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com