________________
૧૩૩
સત્ય-અહિંસાની દષ્ટિએ રાજકારણના પ્રશ્નો ઉકેલવા સમર્થ એકમાત્ર સંસ્થા છે. એને લેકસેવકો તેને પ્રેરણા આપી શકે એ પણ કાર્ય સાધુસંસ્થાએ કરવાનું છે. - પૂરક અને પ્રેરક એ બન્નેનાં કાર્યો માટે સારાં સારાં બળને જોડીને પ્રાયોગિક સંઘ (રચનાત્મક કાર્ય કરતા) ઊભા કરવા પડશે જે શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે સ્વતંત્ર કાર્ય કરશે અને રાજ્યસંસ્થાને પ્રેરક બનશે. તેના પ્રેરકપણુનું કામ કરશે. તેમ જ સત્ય અહિંસાની પ્રતિષ્ઠા કરાવતી રાજ્યસDા ઉપર આફત આવશે તે સાધુસંસ્થાએ લોકસંગઠનો દ્વારા અને જાતે પૂરકપણાનું કાર્ય કરાવવું પડશે. તે માટે લોકસંગઠને તે ઊભાં કરવાં જ પડશે.
- આજે જૂની ધર્મસંસ્થાઓ, સાંપ્રદાયિકવાડામાં અને તેની પણ ઉપ–સાંપ્રદાયિકતામાં પૂરાઈ ગઈ છે. એટલે તેમની પાસે વધારે પડતી આશા રાખવી નકામી છે. એમાંથી જે સારાં બળે આગળ આવે તેમને તારવીને પ્રાયોગિક સંઘોમાં કે લોકસંગઠનમાં આ કાર્ય માટે લેવાં પડશે.
આમ કરવા જતાં એક મોટી તકેદારી એ રાખવી પડશે કે ક્યાંય વટાળવૃત્તિ-ધર્માતર કરાવવાની વૃત્તિ પેસી ન જાય. એ માટે સર્વધર્મ સમન્વયની જ રીતે આ સંગઠને ધર્મ–નીતિનું કાર્ય કરે તે સાધુસંસ્થાઓનાં કાંતિપ્રિય સાધુસાધ્વીઓએ જવું પડશે. જો આવું ધર્મનીતિને અનુલક્ષીને કાર્ય સાધુસસ્થા કરશે તે પહેલાના આચાર્યોએ તે વખતે ધર્મક્ષેત્રે તેની ઉપયોગિતા સિદ્ધ કરી હતી, તે આજે પણ સિદ્ધ થઈ શકશે.
જ્યાં જ્યાં ધર્મ અને નીતિનાં તરવો ખૂટતાં હોય ત્યાં ત્યાં તે તોને પ્રવેશ કરાવવાનું; સંસ્થામાં સડો ન પેસી જાય તે માટે નૈતિક ચેકી રાખવાનું, તપ-ત્યાગ વડે સમાજમાં વ્યાપક રીતે શુદ્ધિ કરી અનિષ્ટોને દૂર કરવા-કરાવવાનું અને ક્રાંતિનું ભગીરથ કાર્ય આજે સાધુસંસ્થા આગળ પડ્યું છે, તે એણે કરવાનું છે. એ માટે સાંપ્રદાયિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com