________________
૧૩૫
વિશ્વને જગાડી શકવાની શકિત ધરાવે છે. એવી સંઘશકિતના પ્રતીકરૂપે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ જેવા સંગઠને દુનિયાભરના પ્રશ્નોમાં પડે અને માર્ગદર્શન આપી શકે છે. એને જરૂર ભાલ નળકાંઠા પ્રયોગનાં લોકસંગઠને અને પ્રાયોગિક સંઘનું બળ મળ્યું છે. મારા નમ્ર મતે તે સંઘશક્તિ જ આજના યુગની સાચી શક્તિ છે.
પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહેલું તેમ આપણું જાતને લાઘવ ગ્રંથિથી ન પીડીએ. ગૌતમ સ્વામી પાસે કેશીમુનિ મળવા ગયા તે ગોતમ ઊઠીને સામે દેડ્યા; એમ મળવા આવે તેને લેવા દેડીએ. અને જેમ જેમ ઘડતર થતું જશે તેમ તેમ મને તો લાગે છે કે જ્ઞાનગર્ભિત વેરાગ્યવાળા સાધુઓ આ તરફ આકર્ષાયા વગર નહી રહે. સામેથી વારંવાર તેડવા જતાં એ લોકોમાં નકામી ગૌરવ ગ્રંથિ બંધાશે.
સાચો વિદ્યાથી પરીક્ષા વખતે ગભરાય નહીં પણ થનગનાટ અનુભવે. એવી જ રીતે આપણે પ્રેરક આત્મા સત્ય અનુભવીને એ જ આનંદ અનુભવે. આ ઉલ્લાસ કોઈ રોકી શકે તેમ નથી. એવું સત્ય શુદ્ધદષ્ટિ વડે લાધે અને એવી ચેકખી દષ્ટિ થતાં જો તેનું અનુકરણ કરે અને શુદ્ધ ક્રાંતિ થાય. મુનિ સંતબાલજી એકલા હતા, મુનિ ડુંગરસિંહજી અને મુનિશ્રી નેમિચંદ્રજી આવ્યા. તેમ બીજા થોડાકને આ બે ને બે જેવી વાત સમજાઈ જાય તે અનુકરણ થતાં આ સમાજ જાગૃત થઈ જાય ! ત્યાગ અને નીતિ પ્રધાન તીર્થયાત્રાઓનું મહત્વ:
શ્રી. પુંજાભાઈ કહે: “એક જમાનામાં ગામડાંમય દેશ હશે, ત્યારે આજના જેટલા ઝડપી વાહને ન હતાં એટલે ચાર ધામ ભારતના ચારખુણે સ્થાપનાર સંતોએ કેવી દીર્ધદષ્ટિ વાપરી હશે ? મુસલમાને માટે પણ એજ રીતે હજ કરવા જવાનું છે. ચારધામની યાત્રાએ કે હજ કરવા જનાર કફન સાથે જ લઈને નીકળે. આટલું કર્યા પછી કદાચ અવાય કે નહીં? કેટલાંક તો રસ્તામાં જ ખતમ થઈ જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com