________________
૧૨૯
ચંડપ્રસાદ વંશપરંપરાથી મહામંત્રીનું પદ ભોગવતા હતા. વસ્તુપાલતેજપાલની માતા કુમારદેવી દડપતિ આભૂની પુત્રી હતી.
વરતુપાલ-તેજપાલની સહુથી જવલંત વિશેષતા તે પરધર્મસહિષ્ણુતા અને સર્વધર્મસમન્વયની હતી. તેમણે મુસલમાને માટે મજીદે બંધાવી આપી; શિવાલય તેમજ અનેક સન્યાસી મઠો પણ તેમણે જણાવ્યા હતા. લક્ષ્મીના દાસ ન હતા પણ માલિક હતા અને રાજાઓની સેવા કરવા છતાં ગરીબોની સેવા કરવાનું કદિ ચૂકતા નહીં. વસ્તુપાલ તે જાતે કવિ હતા. વિદ્વાનો અને કવિઓને ખૂબ મદદ કરો. તેમણે અનેક જૈનમંદિર બંધાવ્યાં હતાં. કહેવાય છે કે ગુજરાતનું નવેસરથી સાંસ્કૃતિક ચણતર આ બન્ને ભાઈઓએ કર્યું હતું.
એમના જ પગલે મુંજય મંત્રી, શાંતુ મહેતા. આશંક અને આનંદ વગેરે મંત્રીઓએ પણ ક્ષત્રિામાં પ્રેરણા અને લોકોમાં નીતિ ધર્મસારની પૂર્તિનું કાર્ય કર્યું હતું.
આ સવાલ જ્ઞાતિએ લોકઘડતર, પ્રજામાં ધર્મ અને ન્યાયની પ્રતિષ્ઠાનું એવું અદ્ભુત કાર્ય કરેલું કે કચ્છના રાજાઓએ મારવાડથી
સવાલ જ્ઞાતિના લોકોને કચ્છમાં ન્યાય-શાસન, વેપાર અને વ્યવસ્થા સચવવા લાવેલા. કચ્છના રાજ્યતંત્ર ઉપર જે મંત્રીઓને લાંબા સમય સુધી પ્રભાવ હતો. વેપાર-વાણિજ્ય ઉપર તે એમને પ્રભાવ હજી સુધી છે.
કચ્છના મહાદુકાળ વખતે જગડુશાહે અઢળક સંપત્તિ જનતાની સવા માટે અર્પણ કરી હતી, અને સમાજનું રક્ષણ તેમજ પિષણ કર્યું હતું. જે ૭૨ાા શાહે થયા છે તે બધાયે મોટાં મોટાં ધર્મ–નીતિનાં કાર્યો કર્યા છે. ખીમે દેદરાણું હડાલા-(ભાલ) હતા. ગુજરાતના દુકાળના વખતે તેણે ૩૬૦ તિથિઓ લખાવી જૈન-વણિક કોમ માટે શાહ અને તેમના પછી રાજા એટલે કે બાદ (પછી) શાહ આવે છે સિદ્ધ કરાવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com