________________
૧૨૮
તે રાણા પ્રતાપને મદદ આપી, મેવાડને પરતંત્રતાની બેડીમાંથી મુકત કરાવનાર ભામાશાહ પણ કાવડિયા ગોત્રને ઓસવાલ હતું. તે ધર્મપરાયણ ઉદાર અને શૂરવીર હતા. રાણા પ્રતાપ મેવાડ છોડીને જવાની તૈયારીમાં હતા ત્યારે એ જૈનવીરે પિતાની સંપત્તિ એમના ચરણે ધરી અને રાણા પ્રતાપે ફરીથી સૈન્ય તૈયાર કરી મેવાડને સ્વતંત્ર કર્યું. કહેવાય છે કે એ સંપત્તિ બાર વર્ષ સુધી સૈન્યને સાચવી શકાય તેટલી હતી. એ ભામાશાહના ત્યાગને સહુએ મુક્તકંઠે બિરદાવ્યું છે.
ત્યારબાદ ગુજરાતની તવારીખમાં વસ્તુપાલ, તેજપાલ નામના બે પ્રાગ્વાટ (પિરવાલ) જ્ઞાતિના જૈન મંત્રીનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત છે. એ બન્ને ભાઈઓ કર્તવ્યપરાયણ તેમજ ન્યાય પરાયણ એવા હતા કે બને ભીમદેવ ભોળાના સમયે મંત્રી હતા. પણ ત્યારબાદ જ્યારે વિરધવલના સમયમાં તેમને મંત્રીપદ આપ્યું ત્યારે વસ્તુપાલે સાફ કહ્યું હતું: “રાજન ! હવે કળિયુગ આવ્યો છે. તેમાં નથી સેવકોમાં રહી કર્તવ્યપરાયણતા અને નથી સ્વામીઓમાં કૃતજ્ઞતા ! રાજાની નજર આગળ વૈભવ-વિલાસના પડદા પડ્યા છે અને દુષ્ટ મંત્રીઓ તેને કુમાર્ગે દોરે છે. જેથી બન્નેને નાશ થાય છે. સંસારમાં તદ્દન લેભરહિત તો કોઈ નથી. તે છતાં લેકમાં નિંદા ન થાય અને પરલોકમાં બાધા ન આવે માટે ન્યાયનું અવલંબન કરી; ઉદ્દેડ તને કચડી, શત્રુઓને હરાવી, ધર્મપરાયણ રહી પ્રજાનું કલ્યાણ કરવા ઈચ્છતા હે તે આ મંત્રીપદ લઈએ; નહીંતર આપનું સ્વસ્તિ થાવ!” ધર્માચાર્યો દ્વારા દઢધર્મની મળેલી પ્રેરણા જ બળરૂપે ન મળી હોત તે આવાં પ્રેરણાત્મક વચને ક્ષત્રિયોને કહી શકત ખરા?
એ બન્ને ભાઈઓ યોદ્ધાની સાથે સાહિત્ય-કળા-સંસ્કૃતિના રક્ષક અને પિષક હતા. કોઈ પણ વિદ્યા કે ધર્મની સંસ્થા ન હતી કે જેમાં વસ્તુપાલ-તેજપાલની મદદ ન હોય. ધર્મશાસ્ત્રને તો તેમણે ભંડાર કરાવ્યો હતે. ધર્મશાળાઓ અને સત્રાલયે પણ તેમણે ઠેર ઠેર બંધાવવામાં મદદ કરી હતી. એમના પિતા અશ્વરાજ અને પિતામહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com