________________
૧ર૬
હરિભદ્રસૂરિની પ્રેરણાથી સ્થાપિત પ્રાગ્યા જ્ઞાતિના લોકોએ કર્યું એટલું જ નહીં સામાજિક કાર્ય કરી પૂરકનું પણ કામ કર્યું રત્નપ્રભસૂરી અને એસવાલ જ્ઞાતિ:
એવી જ રીતે રત્નપ્રભસૂરિએ ઓસિયાં નગરી (મારવાડ) માં એસવાલ જ્ઞાતિની સ્થાપના કરી હતી. તે પણ બ્રાહ્મણ લોકોને પ્રેરકપણાનું અને મહાજનના પૂરકપણાનું કાર્ય સારી પેઠે થઈ શકે એટલા માટે જ આ જ્ઞાતિ સ્થાપી હતી. હરિભદ્રસુરિને જે કારણે હતાં તે આમને પણ હતાં. તેમણે જોયું કે ક્ષત્રિય વ્યસનના ગુલામ, ભોગવિલાસમાં મસ્ત અને અન્યાય-અત્યાચાર કરનારા થઈ ગયા છે તેમજ બ્રાહ્મણે જાગીરી, દાન-દક્ષિણ, ઈનામ વગેરેની શેહમાં તણાઈ રહ્યા છે. એ સમયે જે કોઈ ન ચેતે તો સંસ્કૃતિની રક્ષા ન થઈ શકે. તેમણે પ્રજાને તે જાગૃત કરી હતી પણ ત્યાના રાજાને બેધવાની જરૂર હતી. અનાયાસે તેમને
એ મોકો મળ્યો. રાજાના પુત્રને સાપ કરડે, બધા પ્રયત્ન નકામા ગયા ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા કરવા સહુ મસાણે જતા હતા, તે વખતે આચાર્યના એક શિષ્ય બધાને શોકમગ્ન જોઈને વાત જાણું લીધી. તેણે કહ્યું: “મારા ગુરુને હું વાત કરીશ. તેઓ ન કહે ત્યાં સુધી તમે કુમારની દાહક્રિયા ન કરાવશો !”
શિષ્ય ગુરુને આવીને વાત કરી. રત્નપ્રભસૂરિએ કહ્યું: “હું રાજકુમારનું ઝેર ઉતારી શકું પણ રાજા એક શરત માને તો!”
રાજા પાસે વાત ગઈ અને તેણે શરત મંજૂર કરી. શરત આ પ્રમાણે હતી કે “રાજાએ પોતાનું વર્તન સુધારવું અને પ્રજા સમસ્ત બધા વ્યસનને ત્યાગ કરી ધર્મનીતિના માર્ગે એક થવા એક સવાલ જ્ઞાતિ રૂપે સંગઠિત થાય.” લોકો પણ સમ્મત થયા. રાજા વધારે ખુશ થયો કારણકે એક તે પુત્ર પાછું મળતું હતું અને સાથે પિતાનું અને પ્રજાનું વર્તન સુધરતું હતું.
રત્નપ્રભસૂરિશ્વરજીએ રાજકુમારનું ઝેર ઉતાર્યું અને રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com