________________
૧૨૫
ચંદાવતી તે પાછો આવી ગયું અને ત્યાં સ્વમાનપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. તેના ૮૪ અધિકારી પુરૂષો હતા. તેમણે બાર બાદશાહના બાર છત્રે કબજે કર્યા હતા. આમ ક્ષત્રિયને તેમણે આદર્શ પૂરો પાડી પ્રેરણા આપી કે રક્ષણ કઈ રીતે થાય ?
એવી જ રીતે સામાજિક કાર્યમાં તે ખુબ રસ લેતો. તેણે વિમલાચલની સંધયાત્રામાં જ કોટિ સુવર્ણ વ્યય કર્યો હતો અને સંઘપતિનું પદ મેળવ્યું હતું. તેની પત્ની “શ્રી દેવી” પણ ધર્મકાર્યમાં ખુબ રસ લેતી હતી. એમને સંતાન ન હતું તેથી અંબાદેવીની આરાધના કરી કે વશ અને આબુ ઉપર ચૈત્યની ઉન્નતિ માટે પુરા થવાનું વરદાન આપો ! કહેવાય છે કે અંબાદેવીએ પુત્રત્વનું સાચું કાર્ય-કુળ દીપાવવાનું કાર્ય, ચૈત્યથી થઈ જશે એમ કહ્યું.
એ પ્રાગ્ય વંશમાં ધર્માત્મા નિનક થયો હતો. તે વનરાજે વસાવેલ અણહિલપુરને દંડનાયક થયો. તેને પુત્ર લહેરશાહ પણ નીતિજ્ઞ, ધર્મજ્ઞ, સાધુસંતોને ભક્ત, ઉદાર, દાનશીલ અને જૈન ધર્મને જ્ઞાતા હતા. તે પણ દંડનાયક થયો હતો. તેને પુત્ર વીરશાહ પણ બુદ્ધિમાન ઉદાર અને શૂરવીર હતો. તે ચાલુક્ય રાજા મૂળરાજની સેવામાં હતો. એને માટે પુત્ર નેઢ પણ મંત્રી હતા. અને પછી વિમળશાહ મહામંત્રી બન્યો હતો. ભીમદેવ રાજાને નિધિમંત્રી (નાણા પ્રધાન) જાહિલ્લ પણ જૈન
કિસી કા નામ છે હતો. ભીમદેવના સમયમાં તેમના મામા દ્રોણાચાર્ય નામના જૈનાચાર્ય હતા. કવિ ધનપાલ પણ જૈન હતા. તેણે ભોજરાજાને અહિંસા-ન્યાય વગેરેની સુંદર પ્રેરણા આપી છે. એક વખત સુરાચાર્યે ભોજરાજાનું સર્વદર્શન વિષે સમાધાન કર્યું અને સહુ વિદ્વાનોને જીત્યા. જેથી રાજાએ વેરથી પ્રેરાઈ તેમને કષ્ટ આપવાનું વિચાર્યું પણ કવિ ધનપાલે રાજાને સમજાવ્યા અને સુરાચાર્યને યુકિતથી પાટણ લાવ્યા.
આમ આ બધું ક્ષત્રિાને પ્રેરણા આપવાનું બ્રાહ્માણનું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com