________________
૧ર૩
વ. શ્રાવકો દ્વારા બ્રાહ્મણ વર્ગની અવેજીમાં કેવી રીતે પ્રેરક અને પરનું કામ લેવાયું હતું તે પણ સુવિદિત છે. એટલે ભગવાન મહાવીર પછી તેમના સાધુ-સાધ્વીઓએ ધર્મક્ષેત્રે શું શું અને કેવી રીતે કામ કર્યું હતું અને ઉપયોગિતા સિદ્ધ કરી હતી તે વિષે ખૂબજ ઊંડાણથી વિચાર કરવાને છે. હરિભદ્રસૂરિ અને પ્રાગ્યા જ્ઞાતિ (પિરવાલ) - સૌથી પહેલાં આચાર્ય હરિભદ્રસૂરિને લઈએ. તેઓ બ્રાહ્મણ હતા પણ જૈન સાધુસસ્થાથી પ્રભાવિત થઈ તેમણે જૈન દીક્ષા લીધી અને જ્ઞાન-દર્શનની આરાધના કરી તેઓ આચાર્ય બન્યા. તેમણે તે વખતની સમાજની પરિસ્થિતિ જોઈ કે જે ક્ષત્રિયોએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તે ભોગવિલાસમાં પડ્યા છે અને જે બ્રાહ્મણોએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષાનું કામ કરવું જોઈએ તેઓ લોભી વૃત્તિના કારણે કાંઈ ન બેલ્યા. પ્રજા ઉપર ક્ષત્રિયોના અત્યાચારને કોઈ રેકનાર ન હતું અને બ્રાહ્મણે લાભના કારણે નિઃસ્પૃહતા, તેજસ્વિતા વગેરે ઈ ચૂક્યા હતા. આવા વખતે બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પ્રેરણા આપવાનું કામ જરૂરી હતું.
એટલે, હરિભદ્રસૂરિએ પ્રાગ્યા (પોરવાલ) જ્ઞાતિની સ્થાપના કરી. આને ઉદ્દેશ્ય એ હતો કે પ્રજામાં ધર્મ અને નીતિતાં તો પ્રગટાવે જેથી કેટલાક તેજસ્વી ત પ્રેરક બની અને કેટલાંક પૂરક બની બ્રાહ્મણ ક્ષત્રિયોનું કામ કરી શકે અને લોકોના દરેક ક્ષેત્રે ધર્મ અને નીતિને જાળવી રાખે. આની પાછળ કોઈ નો સંપ્રદાય ઊભું કરવાની ભાવના ન હતી પણ સારાં સારાં બળને પ્રજામાંથી તારવીને એમના વડે ધર્મ-નીતિની પ્રેરણા અને તે માર્ગમાં પ્રતિ કરવાનું કામ લેવાનું હતું.
હરિભદ્રસૂરિને ધાર્મિક ક્ષેત્રને એ પ્રયોગ સફળ થયો. પ્રાગ્વાટ સાતિમાં ઘણું સારાં રને પાક્યાં. ચંદ્રાવતી નગરીમાં ભીમદેવ પહેલાંનાં રાજ્યમાં વિમલ શાહ નામના દંડપતિ થયા. તે ધર્મનીતિજ્ઞ, શૂરવીર, દાનવીર અને સાધુસંસ્થાને ભક્ત હતા. સાથે જ ગુર્જરરાજ ભીમદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com