________________
૧ર.
સાધુઓનું જીવન હોય છે. ગીતામાં સન્યાસીની વ્યાખ્યા જુદી જ આપવામાં આવી છે. સ્વ–પરહિત સાધે અને બધાં કામ્ય કર્મો છેડી સાચાં કર્મો સાથે તે જ સાધુ છે. માટે આજે સાધુસંસ્થાએ ઝટ જાગવાની જરૂર છે. એટલું ખરું કે ક્રાંતિની શરૂઆત વ્યક્તિથી થશે પણ સંસ્થારૂપે સાંકળ જોડાય એ જરૂરી છે. સુસંસ્થા બન્યા સિવાય ટકે નથી:
પૂ. નેમિમુનિ : “આજે આખી દુનિયા એક થઈ રહી છે. તે વખતે સંસ્થા બન્યા સિવાય છૂટકો નથી. રાહત, પુણ્ય કે પરોપકારનાં કામમાં સાધુસંસ્થા ન પરોવાઈ જાય, પણ સ્પષ્ટ માર્ગે જાય તે જોવું અત્યંત જરૂરી છે જેથી કોઈ ખતરો ન આવે. દરેક ક્ષેત્રમાં દોરવણી આપતા સાધુ-સાધ્વીઓએ ફર્યા કરવું જોઈએ. એકાંત પ્રવૃત્તિ કે ફંડફાળામાં પડી જશે તે સર્વાગી ચિંતન નહીં થાય. હવે કોઈ એક સંપ્રદાયની વાત ચાલતી નથી-તેમજ ચાલશે નહીં. કેવળ વ્યાપક સર્વક્ષેત્રને સ્પર્શતા ધર્મની વાત જ લેકોને ગળે ઊતરશે.”
શ્રી. બળવંતભાઈ:“જૈન સાધુ-સાધ્વીઓ ઘડાયેલા છે પણ બીજી સાધુસંસ્થા ઘાયેલી નથી. તેથી તે બીજા કાર્યો કરે તે વાંધો શું છે ?”
શ્રી. પુજાભાઈ: “વધુ શક્તિવાળો પ્રકાશ આવતા બી જે પ્રકાશ ઝાંખે પડી જાય તેમ જૈન સાધુસંસ્થા કાર્ય શરૂ કરશે તે આપોઆપ બીજા સાધુઓએ ચગાનમાં આવવું પડશે.”
પૂ. દંડી સ્વામી : “મેં “ધર્મવિચાર'માં જોયું તે બારસ પથ છે પણ બધા મૂળ ધર્મને માનનારા નથી. પિતાપિતાની મેળે પેદા થયેલા છે. - પૂ. નેમિમુનિ : “ભગવાન મહાવીર, બુદ્ધ અને શંકરાચાર્યું સાધુસસ્થા રચી હતી પણ કબીર વગેરેએ પંથ નહેતો કાઢો. આજે યોગ્ય સાધુ-સાધ્વીઓ સુમાર્ગે સંકલિત થાય તે “સાપ ગયા અને લીસોટા રહ્યા” જેવા ઘણા પંથને નિવારી શકાશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com